Gujarat spinner Siddharth Desai creates past  for state….

Focus….
Keywords….9 wickets, Ranji trophy, Andre Siddharth

અમદાવાદઃ રણજી ટ્રોફીમાં એક તરફ સ્ટાર ખેલાડીઓ આજે સુપર-ફ્લૉપ સાબિત થયા હતા ત્યાં અજાણ્યા તેમ જ ઓછા જાણીતા ખેલાડીઓ ચમક્યા છે. ગુજરાતના 24 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ અજયભાઈ દેસાઈ (15-5-36-9)એ તરખાટ મચાવી દીધો હતો. તેણે ઉત્તરાખંડના પહેલા તમામ નવ બૅટરની વિકેટ લીધી હતી. 10મી વિકેટ જો વિશાલ જયસ્વાલે ન લીધી હોત અને સિદ્ધાર્થને એ વિકેટ લેવાની પણ તક મળી હોત તો તમામ 10 વિકેટ તેના નામે લખાઈ હોત.
સિદ્ધાર્થે ગુજરાતના વીતેલા વર્ષોના ખ્યાતનામ ઑફ સ્પિનર જશુભાઈ પટેલનો વિક્રમ તોડ્યો હતો. જશુભાઈએ ગુજરાત વતી 21 રનમાં આઠ વિકેટ લીધી હતી જે અત્યાર સુધી ગુજરાતના બોલર્સમાં વિક્રમ હતો.
સિદ્ધાર્થ ઑલરાઉન્ડર છે અને 36 ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં તેણે 159 વિકેટ લેવા ઉપરાંત 406 રન પણ બનાવ્યા છે.
સિદ્ધાર્થના નવ વિકેટના તરખાટને લીધે ઉત્તરાખંડની ટીમ 111 રને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ગુજરાતે ચાર વિકેટે 190 રન બનાવ્યા હતા જેમાં મનન હિંગરાજિયાના 66 નૉટઆઉટ હાઇએસ્ટ હતા. ઉર્વિલ પટેલે 53 રન બનાવ્યા હતા.
દરમ્યાન 2025ની આઇપીએલ માટેની ચેન્નઈની ટીમમાં સામેલ આન્દ્રે સિદ્ધાર્થે 143 બૉલમાં ત્રણ સિક્સર તથા 10 ફોરની મદદથી 106 રન બનાવીને તામિલનાડુને 301 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. એક તબક્કે તામિલનાડુએ 126 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી, પણ આન્દ્રેએ ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી.
ચેન્નઈએ આન્દ્રેને માત્ર 30 લાખ રૂપિયામાં મેળવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને