અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં 5 વર્ષમાં 12 લાખ નોકરીનું સર્જન થશે. ગુજરાતની નવી પોલિસીનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં રાજ્યમાં આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવો તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે.
નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજયમાં કુટીર ઉદ્યોગની ઇકો સિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવામાં આવશે.
ધિરાણની રકમ પણ વધારવામાં આવી
રાજયમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની રકમમાં રૂ. ૧,૨૫,૦૦૦ થી વધારીને રૂ. ૩,૭૫,૦૦૦ કરવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૩,૩૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. તેમજ દત્તોપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત શ્રી હાથશાળ અને હસ્તકળાના કારીગરો માટે કાર્યકારી મુડી ધિરાણ સ્વરૂપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવશે.
આ પણ વાંચો :Gujarat માં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુતમ તાપમાન ઘટ્યું
સુરતમાં આકાર લઈ રહ્યો છે પીએમ એકતા મોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતનાં સુરત ખાતે રૂ. ૨૮૦ કરોડના ખર્ચે ૨.૭૨ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ પી. એમ. એક્તા મોલ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના 33 જીલ્લાની ODOP ઉત્પાદનો માટે, દેશના ૨૮ જીલ્લાઓ અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સરકારના સાહસો જેવા કે વન વિભાગ, ખાદી અને ગ્રામોદ્યોગ વિગેરે મળીને કુલ ૯૮ શોરૂમ બનાવવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને