Mansukh Vasava said that officials person   installments worthy  lakhs

ભરૂચ: ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરીને ગેરકાયદેસર ખનન અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે ખનીજ ચોરી માટે અધિકારીઓ અને ભૂ માફિયાઓની મિલીભગત જવાબદાર છે. તેમણે આરોપ કર્યો છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તા લે છે.

આ પણ વાંચો : મોરબીમાં વ્યાજખોરે યુવાનને ઓફિસે બોલાવી વધુ રૂપિયાની માંગણી કરી માર માર્યો

ઊંડા ખાડામાં ડૂબી જવાથી ચારનાં મૃત્યુ

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોનાં મૃત્યુ પામ્યા હતા. જીલ્લા સંકલનની મીટીંગમાં સાંસદ વસાવા આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જીલ્લા, વડોદરા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. તેમણે કહ્યું કે સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ છે.

માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છે

મનસુખ વસાવાએ કહ્યું કે, ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર નું ધ્યાન દોર્યું હતું. કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થાને પહોંચીને એ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યા એ થી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જીલ્લાની હદ માંથી રેતી કાઢી રહ્યા હતા, ગઈ કાલે પણ નાના વાસણા ગામે કલેકટરે ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદારની ટીમને મોકલ્યા હતા પણ આ ટીમ એ કાર્યવાહી કરવાનાં બદલે એમને ભગાડી મૂક્યા હતાં.

આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક કાંડઃ અકસ્માત સર્જનાર આરોપીની પત્નીએ કહ્યું, “દારૂ…. દવાને….

અધિકારીઓને મળે છે લાખોનાં હપ્તા

મનસુખ વસાવાએ અધિકારીઓ પર આરોપ કરતાં કહ્યું છે કે, ‘મારું સ્પષ્ટ માનવું છે ત્રણે જિલ્લાનાં કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના અઘિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ મીલીભગતથી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે. નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે. આ બધી બાબતની વારંવાર આ ત્રણે જિલ્લાનાં વહીવટી અઘિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે, પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયાનાં હપ્તા આપે છે જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાંથી રેતી કાઢે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને