https://bombaysamachar.com/mumbai/if-congress-votes-are-divided-so-will-mahayuttis-votes/

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result)ને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન સી વોટરના સર્વેમાં ચોંકાવનારા આંકડા આપ્યા છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (એમવીએ)ના વોટ શેરનો આંકડો લગભગ સરખો બતાવ્યો છે. સીટમાં પણ માત્ર આઠનું જ અંતર રાખ્યું છે, જ્યારે 61 સીટ પર કાંટાની ટક્કર રહી શકે છે, જે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામમાં ખૂબ મોટી અસર થશે.

આ પણ વાંચો : પરિણામ પહેલા ભાજપને બીજો ઝટકોઃ વિધાનસભ્યની સંન્યાસ લેવાની જાહેરાત…

એનડીએ ગઠબંધનનો રાજ્યમાં વોટ શરે 41 ટકા રહી શકે છે, જ્યારે વિપક્ષી ગઠબંધનનો વોટશેર 40 ટકા તથા અન્ય માટે 19 ટકા વોટ શેર રહેશે. રાજ્યમાં 112 સીટ પર એનડીએની જીતની સંભાવના છે, જ્યારે INDI ગઠબંધનના ખાતામાં 104 સીટ જવાની શક્યતા છે, જ્યારે 61 સીટો પર કાંટાની ટક્કર રહેશે.

મહારાષ્ટ્રના પાંચ ભાગો પાંચ રાજ્ય જેવા છે. રાજ્યના બે ભાગમાં એનડીએ પાસે મોટી લીડ છે અને બે ભાગમાં વિપક્ષ અને એકમાં નજીકની હરીફાઈ છે, તેથી રાજ્ય સ્તરે એવું લાગે છે કે વોટ શેરમાં બહુ મોટું અંતર નથી.

એનડીએ મુંબઈ, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં વોટ શેરમાં મોટી લીડ ધરાવે છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વિપક્ષની લીડ જોરદાર છે. વિદર્ભ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વોટ શેરની દ્રષ્ટિએ હરીફાઈ નજીક દેખાઈ રહી છે. કોણ સૌથી મોટી પાર્ટી બનશે અને કયા ગઠબંધનને બહુમતી મળશે કે નહીં તે વિદર્ભમાંથી જ નક્કી થશે.

જોકે, આ નજીકથી લડાયેલી બેઠકો એક તરફ જશે તો એનડીએ કે એમવીએની જીત નક્કી થશે, પરંતુ જો આ બેઠકો વહેંચવામાં આવે અને 30-30 બંને પક્ષે જાય તો પરિણામ અટકી જશે. સર્વેમાં કરેલા દાવા મુજબ જો આ બેઠકો એક રસ્તે જાય તો એક ગઠબંધનને ફાયદો મળવાની સંભાવના વધારે છે.

આ પણ વાંચો : જે બસમાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા એમાં એવું શું મળ્યું કે બધા ચોંકી ઉઠ્યા?

મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. હવે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવનાર પરિણામોની રાહ જોવાઈ રહી છે. રાજ્યની તમામ સીટોના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને