sachin dodke sharad pawar ncp campaigner  posters khadakwasla

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો તો શનિવારે આવવાના છે, પણ આ પહેલા સમગ્ર રાજ્યમાં ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે. એક્ઝિટ પોલમાં કટોકટની લડાઈ દર્શાવ્યા બાદ ઉમેદવારોનો તણાવ વધી ગયો છે. દરમિયાન, શરદ પવારના એનસીપીના વિધાન સભ્ય ઉમેદવારે પરિણામો પહેલા જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમના સમર્થકોએ તેમના વિસ્તારમાં તેમની જીતના પોસ્ટર પણ લગાવ્યા છે. આ મામલો પુણેની ખડકવાસલા સીટનો છે. એનસીપી-એસપી ઉમેદવાર સચિન દોડકે અહીંથી વિજયી સરઘસ કાઢી ચૂક્યા છે. તેમના સમર્થકોએ તેમને તેમના ખભા પર બેસાડ્યા હતા અને ઢોલનગારા સાથે તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.


Also read: મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ ધાબળા, સ્વેટર કાઢ્યા


સચિન દોડકે ખડકવાસલા બેઠક પર ભાજપના ભીમરાવ તાપકર અને MNSના મયુરેશ વાંજલે સામે મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ભીમરાવ અહીંના સિટીંગ વિધાન સભ્ય છે. ભાજપે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ફરીથી ટિકિટ આપી હતી. સચિન દોડકે પણ 2019ની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ માત્ર 2500 મતોના માર્જિનથી હારી ગયા હતા. આ ચૂંટણીમાં MNSએ તેના પૂર્વ વિધાન સભ્ય રમેશ વાંજલેના પુત્ર મયુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. શરૂઆતથી જ એક વાત તો સ્પષ્ટ જ હતી કે કટોકટની લડાઈ છે. પરિણામ શું આવશે તે સ્પષ્ટ નથી અને બધા 23મી તારીખની રાહ જોઈ રહ્યા છીએ. છતાં સચિન દોડકેને એટલો વિશ્વાસ છે કે તેમણે વિજયી સરઘસ કાઢ્યું છે.


Also read: શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…


સમગ્ર વિસ્તારમાં તેમની જીતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમની જીતની એક રેલી પણ કાઢવામાં આવી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે, આ પહેલી વાર નથી. 2019માં પણ સચિન દોડકેના સમર્થકોએ ચૂંટણી પરિણામો પહેલા જ તેમની જીતને અભિનંદન આપતા પોસ્ટરો લગાવ્યા હતા, પણ જ્યારે પરિણામ આવ્યા ત્યારે અઢી હજાર મતોની મામૂલી માર્જિનથી તેમનો પરાજય થયો હતો. આ વખતે તો તેઓ પહેલા કરતા વધુ જોરદાર રીતે ચૂંટણી લડ્યા હોવાનું કહેવાય છે. આ કારણે તેમને અને તેમના સમર્થકોને વિશ્વાસ છે કે તેઓ જ જીતશે. જો કે ભીમરાવ તાપકીરના રૂપમાં તેમની સામે મજબૂત પડકાર છે. મયુરેશ વાંજલે પણ જીતના પ્રબળ દાવેદાર છે. હવે આ સીટ પર કોણ જીતે છે એ જોવાનું વધુ રસપ્રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને