![Champions Trophy jersey launched](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/Champions-Trophy-jersey-launched.webp)
નવી દિલ્હીઃ 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તમામ આઠ ટીમ પોતપોતાની રીતે તૈયારી કરવામાં વ્યસ્ત છે જેમાં આ ટીમોના ખેલાડીઓ માટેની નવી જર્સી પણ લૉન્ચ થઈ રહી છે અને એ બધામાં કઈ ટીમની કેવી જર્સી છે અને કેટલી મોંઘી છે, કેટલી સસ્તી છે એની રસપ્રદ વિગત બહાર આવી છે. તો આવો, જાણીએ કે કઈ ટીમની જર્સી સૌથી મોંઘી અને કોની સૌથી સસ્તી છે.
અમુક ટીમોની જર્સી લૉન્ચ થઈ ચૂકી છે અને કેટલીકની જર્સી આઇસીસીની વેબસાઇટ પર બતાવવામાં આવી છે.
ભારત
બીસીસીઆઇ તરફથી વન-ડેની નવી જર્સીની જાહેરાત થઈ ચૂકી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીની સત્તાવાર જર્સી હજી લૉન્ચ નથી થઈ, પરંતુ એક અહેવાલ મુજબ આઇસીસીની વેબસાઇટ પર ટીમ ઇન્ડિયાની ચૅમ્પિયન્સ ટ્રોફી જર્સીની કિંમત 4,500 રૂપિયા બતાવાઈ છે. ટીમ ઇન્ડિયાની નવી વન-ડે જર્સીની કિંમત 5,999 રૂપિયા બતાવવામાં આવી છે.
આપણ વાંચો: `ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવી પૂરતી નથી, ભારતને તો હરાવજો જ’ એવું કોણે કહ્યું જાણો છો?
પાકિસ્તાન
https://twitter.com/i/status/1887882133722800579
યજમાન પાકિસ્તાન દ્વારા પોતાના ખેલાડીઓ માટેની ચૅમ્પિયન્સ ટ્રોફી જર્સી લૉન્ચ થઈ ચૂકી છે. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટ માટેની જર્સીની કિંમત 40 અમેરિકી ડૉલર (અંદાજે 3,500 રૂપિયા) રાખી છે.
અફઘાનિસ્તાન
https://twitter.com/i/status/1884821340643021294
અફઘાનિસ્તાન દ્વારા એના ખેલાડીઓ માટેની ચૅમ્પિયન્સ ટ્રોફી જર્સી જાહેર કરી દેવામાં આવી છે. આઇસીસીની વેબસાઇટ પર અફઘાનિસ્તાનના ખેલાડીઓ માટેની જર્સીની કિંમત આશરે 4,500 રૂપિયા છે.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?
ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ દેશના ક્રિકેટ બોર્ડે હજી સુધી પોતાના પ્લેયર્સ માટેની જર્સી સત્તાવાર રીતે જાહેર નથી કરી એવું અહેવાલમાં જણાવાયું હતું. જોકે આઇસીસીની વેબસાઇટ પર આ ટીમોની ચૅમ્પિયન્સ ટ્રોફી જર્સી મોજૂદ છે. આ તમામ પાંચ દેશની જર્સીની કિંમત અંદાજે 4,500 રૂપિયા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને