Consultant granted bail

મુંબઈ: માલવણમાં રાજકોટ કિલ્લા ખાતે ઓગસ્ટમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા કન્સલ્ટન્ટ ચેતન પાટીલને બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જામીન આપી દીધા હતા. પાટીલની 30 ઓગસ્ટે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ પર તેનું અનાવરણ કર્યાના લગભગ નવ મહિના બાદ 26 ઓગસ્ટે સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમા તૂટી પડી હતી.

ન્યાયમૂર્તિ એ એસ કિલોરની ખંડપીઠે જણાવ્યું હતું કે પાટીલને આ કેસમાં સંડોવતો કોઈ કેસ નથી બનતો, કારણ કે તેની નિમણૂક પ્રતિમાના સ્ટ્રક્ચરલ ડિઝાઇનર તરીકે નહોતી કરવામાં આવી. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે પાટીલે કેવળ પ્રતિમાના પાયાની માળખાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો હતો અને પ્રતિમા તૂટી પડ્યા પછી પણ પાયો અકબંધ હતો.

આ પણ વાંચો : મુંબઈ-થાણેમાં એક્ઝિટ પોલમાં ઠાકરે જ રાજા!

આ કેસમાં અન્ય એક આરોપી શિલ્પકાર અને કોન્ટ્રાક્ટર જયદીપ આપટેની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે ૨૫ નવેમ્બરે તેની જામીન અરજી પર સુનાવણી થશે.

સિંધુદુર્ગ પોલીસે ગયા મહિને ભારતીય ન્યાય સંહિતા હેઠળ પ્રતિમા તૂટી પડવા માટે આપટે અને પાટીલ સામે બેદરકારી અને અન્ય ગુનાઓ માટે એફઆઈઆર નોંધી હતી. સેશન્સ કોર્ટે તેમની અરજીઓ નામંજૂર કર્યા બાદ પાટીલ અને આપટેએ જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને