Power proviso   of 7,655 customers successful  Chhatrapati Sambhajinagar chopped  off IMAGE BY TELANGANA TODAY

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં ૨૩૧ કરોડ રૂપિયાથી વધુના બિલની ચુકવણી નહીં કરવા બદલ ૭,૬૫૫ ગ્રાહકોનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હોવાનું એમએસઈડીસીએલના અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) એ છત્રપતિ સંભાજીનગર ઝોનમાં છેલ્લા ૪૫ દિવસથી બાકી લેણાં વસૂલવા માટે એક ઝુંબેશ હાથ ધરી છે. જાન્યુઆરીના અંત સુધીમાં બાકી રકમ રૂપિયા ૨૩૧ કરોડથી વધુ હતી.

આપણ વાંચો: ‘દાના’એ દાટ વાળ્યોઃ ઓડિશામાં અસરગ્રસ્ત વિસ્તારના 50,000 ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ

છત્રપતિ સંભાજીનગર શહેરી વર્તુળમાં રૂ. ૫૯.૩૯ કરોડ અને ગ્રામીણ વર્તુળમાં રૂ. ૫૯.૫૮ કરોડ બાકી હતા, અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, પડોશી જાલના સર્કલમાં રૂ. ૧૧૨.૫ કરોડના બાકી બિલ નોંધાયા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે ડિફોલ્ટરો સામે કાર્યવાહીના ભાગ રૂપે, ૭,૬૫૫ ગ્રાહકોનો વીજ પુરવઠો કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો હતો, જેમાંથી ૨,૩૪૬ છત્રપતિ સંભાજીનગર શહેરી સર્કલમાં, ૨૦૯૧ ગ્રામીણ સર્કલમાં અને ૩,૨૧૮ જાલના સર્કલમાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને