મુંબઈ: રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઐતિહાસિક છે. જનતાએ જણાવી દીધું છે કે અસલી શિવસેના કોની છે અને ખરી એનસીપી કોણી છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાયુતિની સંયુક્ત રીતે લેવાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્રમાં ‘દિગ્ગજો’ના શું થયા હાલ?
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરવાના રાજકારણને ફગાવીને જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક હૈ તો સેફ હૈ’ મંત્રને સ્વીકાર્યો છે. પત્રકાર પરિષદમાં મહાયુતિએ નવી સરકાર સરળતાથી બનવાની ખાતરી પણ આપી હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે મહાયુતિ આ અભૂતપૂર્વ જીતમાં વહી જશે નહીં, પરંતુ રાજ્યમાં નાણાકીય સ્થિરતા-શિષ્તતા લાવશે.
આ પણ વાંચો : Salman Khan-Shahrukh Khanએ જ્યાં વોટિંગ કર્યું ત્યાંથી કોણ જિતી રહ્યું છે, જાણી લો એક ક્લિક પર…
હરીફ પક્ષોના નબળા દેખાવ પર શિંદે અને અજિત પવારે કહ્યું હતું કે જનતાએ દેખાડી દીધું છે કે ખરી શિવસેના અને એનસીપી કોણી છે. મહાયુતિના ત્રણેય પક્ષોએ સર્વસંમતિથી બેઠકોની વહેંચણી કરી હતી અને હવે નવી સરકાર પણ કોઇ પણ વિઘ્ન વગર બનાવવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું. લોકસભામાં થયેલી ભૂલોથી શિખ લઇને આ વખતે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા તેના પરિણામે જ વિજય મળ્યો છે, એમ અજિત પવારે જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને