જમ્મુ અને કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો, 2 જવાન શહીદ

2 hours ago 1
Terrorist onslaught  connected  service  conveyance  successful  Boota Pathri of JK, 2 solders martyred (PTI)

શ્રીનગર: છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્દોષ નાગરીકો પર નાના-મોટા હુમલા (Terrorist onslaught successful Kashmir)કરી રહ્યા છે, એવામાં ગઈ કાલે સાંજે આતંકવાદીઓએ ભારતીય સેના પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. બારામુલ્લા જિલ્લાના બૂટાપથરી (Boota Pathri)ગુલમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો, આ આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ થયા છે, આ સિવાય સેના માટે કામ કરતા બે પોર્ટર્સના પણ મોત થયા છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી હતી. તેમણે x પર લખ્યું કે, “ઉત્તર કાશ્મીરના બૂટાપથરી વિસ્તારમાં સેનાના વાહન પર હુમલાના સમાચાર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, જેમાં જાનહાનિ અને ઈજાઓ થઈ છે. કાશ્મીરમાં તાજેતરના હુમલાઓની આ સિરીઝ ગંભીર ચિંતાનો વિષય છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું, અને જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું, હું ઘાયલ થયેલા લોકોના સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

Very unfortunate quality astir the onslaught connected the service vehicles successful the Boota Pathri country of North Kashmir which has resulted successful immoderate casualties & injuries. This caller spate of attacks successful Kashmir is simply a substance of superior concern. I condemn this onslaught is the strongest imaginable presumption &…

— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2024

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગુલમર્ગમાં સેનાના વાહન પર હુમલો કરનારા આતંકવાદીઓને જડબાતોડ અને યોગ્ય જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો.

ગુરુવારે સાંજે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળથી 6 કિમી દૂર બુટા પથરી વિસ્તારમાં વાહન પર ગોળીબાર કર્યો, સેનાનું વાહન અફ્રાવત રેન્જમાં નાગિન પોસ્ટ તરફ જઈ રહ્યું હતું. આ હુમલામાં સેના સાથે કામ કરતા બે પોર્ટર્સના પણ મોત થયા હતાં. ત્રણ જવાનો સહિત ચાર લોકો ઘાયલ થયા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

Also Read – કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ LOC નજીક આર્મીના વાહન પરના હુમલામાં 5 જવાન ઘાયલ

પોર્ટર્સ ડુંગરાળ વિસ્તારોમાં અને આગળની ચોકીઓ પર માલ પહોંચાડવા માટે સેનાને મદદ કરે છે.

એક અઠવાડિયાની અંદર આ ચોથી આતંકવાદી ઘટનાને કારણે, કાશ્મીરમાં કામ કરતા બિન-કાશ્મીરી લોકો ગભરાટનો માહોલ છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article