શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control-LoC) નજીક આતંકી હુમલાના અહેવાલો છે. LoC નજીક થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલો છે. સેનાએ કહ્યું છે કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સૈનિકો જ્યારે LOC નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાનઆ હુમલો થયો હતો.
પેટ્રોલિંગ દરમિયાન થયો હુમલો
સૈન્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IED વિસ્ફોટ બપોરે લગભગ 3:30 વાગ્યે થયો હતો અને તેનું સ્થાન જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LoC નજીક છે. આ વિસ્ફોટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી બેનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે એકની સારવાર ચાલુ છે. લશ્કરની ટુકડી LoC નજીક પેટ્રોલિંગ કરી રહી હોય તે દરમિયાન આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં શીતલહેર યથાવતઃ ગુલમર્ગ, પહલગામમાં તાપમાન માઈનસમાં
આતંકીની શોધખોળ શરૂ
IED વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓ હજુ પણ ઘટના સ્થળની આસપાસ છુપાયેલા છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સમયે સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાની સેનાને આશંકા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને