Jal Jeevan Mission IMAGE BY HINDUATAN TIMES

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વસઈ વિસ્તારમાં જળ જીવન મિશન, હર ઘર જલ યોજના અને અમૃત યોજના હેઠળ બાકી રહેલા કામની સમીક્ષા કરવા માટે શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

વસઈ-વિરાર મહાનગરપાલિકાની બેઠકમાં પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણમાં રહેલા પડકારોને પહોંચી વળવા, બાકી રહેલા કામ અને પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટેના ઉપાયો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કયા રાજ્યએ મારી બાજી

વસઈ તાલુકામાં વિપુલ પ્રમાણમાં જળ ઉપલબ્ધ હોવા છતાં વસઈના અનેક ગામ, આદિવાસી વિસ્તારો અને હાઉસિંગ સોસાયટીઓમાં પાણીની તંગીની મુશ્કેલી અનુભવાઈ રહી છે.

આ બેઠકમાં અધિકારીઓને વસઈના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે જાણકારી આપવા અને કયાં સુધીમાં કામ પૂરું થશે એ જણાવવા કહેવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને