નવી દિલ્હીઃ ભારતના મહાન ક્રિકેટર વીરેન્દર સેહવાગ અને વકીલની પુત્રી આરતીના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે, પરંતુ કહેવાય છે કે એક વર્ષથી તેઓ બન્ને સાથે નથી રહેતા એટલે ઇન્ટરનેટ પર અફવા ઉડી છે કે તેઓ ડિવૉર્સ લઈ લેવાના છે કે શું?
એક જાણીતી વેબસાઇટ પર જણાવાયું હતું કે ઇન્સ્ટાગ્રામ પર સેહવાગે પત્ની આરતીને અનફૉલો કરી છે અને આરતીએ પણ પોતાનું અકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. બીજું, 2024ની સાલની દિવાળી વખતે સેહવાગે તેના મમ્મી તેમ જ મોટા પુત્રી આર્યવીર સાથેની તસવીરો શૅર કરી હતી, પણ પત્ની આરતી તથા નાના દીકરા વેદાંતની તસવીર નહોતી જોવા મળી. એના પરથી ચાહકોને ચિંતા થતી હતી કે પરિવારમાં કોઈ પ્રકારનો ખટરાગ છે કે શું? ઑલ ઇઝ વેલ' જેવું છે કે નહીં?
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે મોટો દીકરો આર્યવીર પિતા વીરેન્દર સાથે અને નાનો દીકરો વેદાંત માતા આરતી સાથે રહે છે. જોકે છેલ્લા એક વર્ષ દરમ્યાન દંપતીએ એકમેકને સપોર્ટ કર્યો હોવાનું પણ જોવા મળ્યું છે. સેહવાગ 46 વર્ષનો અને આરતી 44 વર્ષની છે. સેહવાગ સાત વર્ષનો અને આરતી પાંચ વર્ષની હતી ત્યારથી એકમેકને ઓળખે છે. ધીમે-ધીમે બન્ને વચ્ચે દોસ્તી મજબૂત બનતી ગઈ હતી અને સેહવાગ 21 વર્ષનો હતો ત્યારે તેણે આરતીને પ્રપોઝ કર્યું હતું અને આરતીએ તરત જયસ’ કહી દીધું હતું.
આ પણ વાંચો : આ માત્ર જીત નથી, જવાબ છેઃ વીરેન્દર સેહવાગ…
એપ્રિલ, 2004માં ભાજપના એ સમયના નેતા અને કાયદા પ્રધાન અરુણ જેટલીના નિવાસસ્થાન ખાતે સેહવાગ-આરતીના લગ્ન યોજાયા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને