પર્થઃ અહીં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમનો ટૉપ-ઑર્ડર બન્ને દાવમાં સાવ ફ્લૉપ ગયો હતો. પ્રથમ દાવમાં તેમણે 31 રનમાં ટોચની ચાર વિકેટ ગુમાવી ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં ફક્ત 30 રનમાં ટોચના ચાર બૅટર ગુમાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના છેલ્લા 177 વર્ષના ઇતિહાસમાં અગાઉ આવું ક્યારેય નહોતું બન્યું.
આ પણ વાંચો : આજે કયા સ્ટાર ક્રિકેટર્સને ઑક્શનમાં કોઈએ ન ખરીદ્યા?
ઑસ્ટ્રેલિયાની ઘરઆંગણે અને એ પણ પર્થમાં આટલી બૂરી હાલત થઈ એવું ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે.
વધુ નવાઈની વાત એ છે કે ટોચના જે ચાર-ચાર બૅટર બન્ને દાવમાં સસ્તામાં આઉટ થયા એ આઠેય બૅટર એલબીડબ્લ્યૂ થયા હતા.
પર્થમાં બૉલના ઉછાળ અપાવતી પિચ પર સામાન્ય રીતે બૅટર વિકેટકીપરના કે સ્લિપના ફીલ્ડરના હાથમાં કૅચઆઉટ થતો હોય છે, પરંતુ આ મૅચમાં એલબીડબ્લ્યૂ થયા.
પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા પહેલી વાર હાર્યું છે. અગાઉ કાંગારુઓએ આ મેદાન પર ભારત, પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું.
પ્રથમ દાવમાં 150 કે એનાથી ઓછા સ્કોર બાદ ભારતે વિજય મેળવ્યો હોય એવું માત્ર અગાઉ બે વાર (2004માં વાનખેડેમાં ઑસ્ટ્રેલિયા સામે 13 રનથી વિજય, 2021માં અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે 10 વિકેટે વિજય) બન્યું હતું.
આ પણ વાંચો : આઈપીએલની હરાજીમાં કઈ ટીમે કેટલા ખેલાડી ખરીદ્યા? કેટલા હજી ખરીદી શકે? કોની પાસે કેટલું ફંડ બાકી બચ્યું છે?
કોઈ ટીમે પ્રથમ દાવમાં 150 કે ઓછા રન બનાવ્યા હોય અને પછી ઊંચા માર્જિનથી જીત મેળવી હોય એમાં ભારતનો આ વિજય બીજા નંબરે છે. ભારતે 295 રનથી વિજય મેળવ્યો. 1991માં ઑસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડિઝે 343 રનથી હરાવ્યું હતું.
ભારતનો વિદેશમાં રનની દૃષ્ટિએ આ ત્રીજા નંબરનો શ્રેષ્ઠ વિજય છે. 2019માં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 318 રનથી અને એ પહેલાં 2017માં શ્રીલંકાને 304 રનથી હરાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને