અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાર્ડને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ટ્રમ્પે છેલ્લા બે દાયકામાં અમેરિકા અને તેના લોકોની સ્વતંત્રતા માટે લડવાની તુલસી ગબાર્ડની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે તુલસી તેના હિંમતવાન સ્વભાવને આપણા ગુપ્તચર સમુદાયમાં પણ લાવશે, આપણા બંધારણીય અધિકારોનું રક્ષણ કરશે અને સત્તા દ્વારા શાંતિને પ્રોત્સાહન આપશે.”
Also read: USA: ટ્રમ્પે મસ્ક અને ભરતીય મૂળના ઉદ્યોગપતિને સોંપી મોટી જવાબદારી, આ વિભાગનું નેતૃત્વ કરશે
ગબાર્ડે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2022માં તેમણે ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી હતી અને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ડેમોક્રેટિક પાર્ટી છોડ્યા પછી ગબાર્ડ બાઇડેન વહીવટીતંત્રની વધુ ટીકાકાર બની હતી. ગબાર્ડને ઇન્ટેલિજન્સ ક્ષેત્રે બહુ અનુભવ નથી અને આ પદ માટે તેમની પસંદગી થવાની અપેક્ષા ન હતી, જો કે, તેમણે 2004 અને 2005 ની વચ્ચે ઇરાકમાં હવાઈ નેશનલ ગાર્ડમાં મેજર તરીકે સેવા આપી હતી.
Also read: ‘ભારતનો કોઈ ફાયદો નથી’, PM મોદી અને ટ્રમ્પની મિત્રતા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
તુલસી ગબાર્ડ યુએસ કોંગ્રેસમાં સેવા આપનાર પ્રથમ હિન્દુ કોંગ્રેસ મહિલા છે. ગબાર્ડનો ભારત સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ તેમનું પ્રથમ નામ અને હિંદુ ઓળખ ઘણીવાર વંશીય પૃષ્ઠભૂમિ વિશે ખોટી માન્યતાઓ તરફ દોરી જાય છે. ગબાર્ડ અમેરિકન સમોન વંશની છે. તેમનો જન્મ એક અમેરિકન સમોન પિતા અને માતાને ત્યાં બહુસાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો જેમણે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. ગબાર્ડ તેની હિંદુ આસ્થા વિશે ખુલ્લેઆમ એકરાર કરે છે. 2013 માં, તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને ઓફિસમાં શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો.