This South American state  took a excavation  astatine  Trump; imposed 25% tariff connected  US Image Source : Tribune

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં (Trumps Action Against amerciable migrants) આવી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ઓળખ કરીને તેમના વતન દેશ પરત મોકલી રહ્યું છે. ભારત સરકારે પણ ભારતીય નાગરીકોને સ્વીકરવા માટે તૈયારી બનાવી છે, એવામાં દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાએ (Columbia) ટ્રમ્પ તંત્ર સામે બાથ ભીડી છે. અમેરિકાથી કોલમ્બિયન નાગરીકોને લઇ આવી રહેલા યુએસ એરફોર્સના બે વિમાનોને કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો(Gustavo Petro)એ લેન્ડીંગની મજુરી આપી ન હતી, જેને કારણે વિમાનો પરત ત્યાર બાદ ટ્રમ્પ ધુઆંપુઆં થઇ ગયા અને પ્રતિબંધો લાગુ કર્યા.

ટ્રમ્પએ કરી કાર્યવાહી:
કોલંબિયન રાષ્ટ્રપતિના આ પગલા બાદ ટ્રમ્પ સરકારે પર કોલંબિયન પ્રોડક્ટ્સ પર ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોલંબિયાના રાષ્ટ્રપતિના નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, કોલંબિયાના તમામ ઉત્પાદનો પર 25 ટકા ઇમરજન્સી ટ્રાફિક લાદવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ ટેરિફ 50 ટકા કરવામા આવી શકે. આ ઉપરાંત, કોલંબિયા સરકારના અધિકારીઓ અને તેના સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

કોલંબિયાની યુએસ સામે વળતી કાર્યવાહી:
કોલંબિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ટ્રમ્પનું વર્તન યોગ્ય નથી. અમેરિકા ઇમિગ્રન્ટ્સ સાથે ગુનેગારો જેવો વ્યવહાર ન કરી શકે. તેમણે કહ્યું કે ઇમિગ્રન્ટ્સ સાથે આદર અને ગૌરવ સાથે વર્તન કરવું જોઈએ.

કોલંબિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે કોલંબિયામાં 15,660 અમેરિકનો ગેરકાયદે રીતે રહે છે. હવે અમેરિકાની કાર્યવાહી બાદ કોલંબિયા પણ અમેરિકન નાગરિકોને પાછા મોકલી શકે છે. ટ્રમ્પની જાહેરાત પછી, પેટ્રોએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે વિદેશ વેપાર પ્રધાનને અમેરિકામાંથી આયાત વસ્તુઓ પર ટેરિફ 25 ટકા વધારવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે મેક્સિકોએ પણ ઇમિગ્રન્ટ્સને પરત લઈને આવી રહેલા અમેરિકન વિમાનો લેન્ડીંગ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

કોલંબિયન સરકારે નમતું જોખ્યું:
જો કે હવે કોલંબિયન સરકારને નમતું જોખવું પડ્યું છે. સરકારે કહ્યું કે કોલંબિયા તેમના નાગરિકોને પરત સ્વીકારશે. કોલંબિયન નાગરિકોને પરત લાવવા માટે રાષ્ટ્રપતિ અમેરિકા વિમાન મોકલશે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે તેઓ તેમના નાગરિકોને સન્માન સાથે પાછા લેશે.

આ પણ વાંચો…Covid-19 મુદ્દે CIAના દાવાથી ખળભળાટઃ ડ્રેગનની ઊંઘ હરામ થતાં કર્યો ખુલાસો…

કોલંબિયા સરકારે ખાતરી આપી હતી કે તે યુએસ તંત્ર સાથે સંપર્કમાં રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોલંબિયા તેના નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઇમિગ્રન્ટ પડકારોનો માનવીય અને ન્યાયી ઉકેલ શોધવા માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સહયોગ આપશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને ગુસ્તાવો પેટ્રોએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને