જાલૌનઃ ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક નર્સ સામે ક્રૂરતાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ફરજ પર જતી સ્ટાફ નર્સે દાવો કર્યો કે તેને મોટરસાયકલ પર સવાર લોકોએ અટકાવી હતી. તે પછી, તેઓ તેને ઝાડીઓમાં ખેંચી ગયા. જ્યાં તેણીને માર મારવામાં આવ્યો હતો અને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. સામૂહિક દુષ્કર્મ બાદ આરોપીઓએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટ પર લાલ મરચાંનો પાવડર ભરી દીધા હતા. પીડિતાને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: કાઉન્સેલિંગ સેશન્સ વખતે વિદ્યાર્થિનીએ 10 વર્ષ અગાઉ મૌલવીએ કરેલા કુકર્મની વ્યથા જણાવી…
આ કેસ ચર્ચ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પીએચસી બાબાઇ ખાતે તૈનાત સ્ટાફ નર્સ ગુરુવારે સવારે તેના સ્કૂટી પર ફરજ બજાવવા જઈ રહી હતી. સવારે તે ચર્ચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોકરખેડા નજીક પહોંચી ત્યારે બાઇક પર સવાર ચાર લોકો બે બાઇક લઈને આવ્યા હતા અને તેની સ્કૂટીને ટક્કર મારી હતી. જેના કારણે તે પડી ગઈ હતી. તે પછી આરોપીઓ તેને ઝાડીમાં ખેંચી ગયા અને બાદમાં તેના પર ગેંગરેપ કર્યો હતો. બાદમાં ગુપ્તાંગોમાં લાલ મરચું ભરી દીધું હતું.
આ પણ વાંચો: પુણેમાં બાળકીઓ સાથે કુકર્મ: સ્કૂલ વૅનનો નરાધમ ડ્રાઇવર પકડાયો
મહિલાની હાલત હજુ પણ ગંભીર છે. મહિલાએ આ ઘટનાને અંજામ આપનારા આરોપીની ઓળખ કરી લીધી છે. પોલીસ આડાસંબંધના એંગલથી પણ આ કેસની તપાસ કરી રહી છે. કેસ અંગે જાલૌનના એએસપી પ્રદીપ કુમાર વર્માએ જણાવ્યું હતું કે પીડિતાના એક વ્યક્તિ સાથે આડાસંબંધ હતા, જેના સંબંધીઓએ મહિલા પર હુમલો કર્યો હતો. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને