એક સમય હતો કે જીવવા માટે રોટી, કપડાં અને મકાન એમ ત્રણ મહત્ત્વની જરૂરિયાત હતી, પરંતુ હવે આ ત્રણ વસ્તુઓમાં બીજી બે વસ્તુઓ ઉમેરાઈ ગઈ છે અને એ વસ્તુ એટલે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ. મોબાઈન ફોન અને ઈન્ટરનેટ વિના જીવનની કલ્પના કરવી પણ અઘરી છે. જ્યારે જ્યારે ઈન્ટરનેટ ડાઉન જાય ત્યારે જાણે આપણને શ્વાસ ઓછો પડતો હોય એવું ઘણા લોકોને લાગે છે.
આ પણ વાંચો : ઉધાર આપવાથી બચવા દુકાનદારે લગાવ્યું ગજબનું ભેજું, તમે પણ જોશો તો…
જો તમને પણ સ્લો ઈન્ટરનેટની સમસ્યા સતાવી રહી હોય તો આજે અમે અહીં તમારા માટે એવી કામની માહિતી લઈને આવ્યા છીએ કે જેને કારણે તમારી આ સમસ્યા ચપટી વગાડતામાં દૂર થઈ જશે. આ માટે તમાકે તમારા ફોનમાં અમુક સેટિંગ ઓન કરવી પડશે. આવો જોઈએ શું છે આ સેટિંગ-
જો તમે પણ સ્લો ઈન્ટરનેટ સ્પીડથી પરેશાન હોવ તો તમે ખૂબ જ સરળતાથી તમારા ફોનમાં અમુક સેટિંગ ઓન કરીને ઈન્ટરનેટની સ્પીજ બૂસ્ટ કરી શકો છો. જોકે, આ માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. ચાલો તમને જણાવીએ કે કઈ રીતે તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
⦁ સૌથી પહેલાં તો તમે તપાસી લો કે તમારા મોબાઈલ ફોનમાં સિગ્નલ કેવું આવે છે, જો ફોનમાં સિગ્નલ સરખું છે અને સ્પીડ સ્લો હોય તો તમે ફ્લાઈટ મોડ ઓન-ઓફ કરીને નેટવર્કને રિફ્રેશ કરી શકો છો. આવું કરવાથી ઈન્ટરનેટની સ્પીડ સુધરે છે.
⦁ આ સિવાય તમે જો ઈચ્છો તો એક વખત ફોનને રિસ્ટાર્ટ પણ મારી શકો છો, આવું કરવાથી પણ ફોનનું નેટવર્ક રિફ્રેશ થાય છે અને ઈન્ટરનેટની સ્પીડ વધે છે.
⦁ ત્રીજા ઉપાયની વાત કરીએ તો આ માટે તમારે નેટવર્ક સેટિંગમાં જઈને પ્રિફર્ડ નેટવર્કને ઓટો કરી દેવું જોઈએ. આવું કરવાથી પણ ફોન સારા નેટવર્ક પર ખુદ સ્વીચ થઈ જાય છે અને ઈન્ટરનેટની સ્પીડ ફાસ્ટ થાય છે.
⦁ ઘણી વખત એવું બને છે કે સમસ્યા નેટવર્કની નહીં પણ આપણા ફોનમાં હોય છે અને આ માટે જ ફોનમાં રહેલી Cache Memoryને પણ ક્લિયર કરો. ઈન્ટરનેટની સ્પીડ સ્લો થવાનું આ પણ એક કારણ હોય છે. જો ફોનમાં Cache Memory જમા થઈ જાય છે ત્યારે પણ એની સ્પીડ સ્લો થઈ જાય છે.
⦁ આ ઉપરાંત ઘણી વખત સમસ્યા આપણા ફોનમાં નહીં પણ નેટવર્કમાં જ હોય છે. જો ફોનમાં નેટવર્ક જ ના આવતું હોય તો આવી પરિસ્થિતિમાં તમે કોઈ પણ રીતે ઈન્ટરનેટની સ્પીડ નથી વધારી શકાતી. આવી પરિસ્થિતિમાં તમારી પાસે કોઈ બીજા ઓપરેટરમાં સ્વીચ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને