હાલ તો આપણે ત્યા તહેવારની સીઝન ચાલી રહી છે અને આ દરમીયાન તહેવારની રોનક આપણા ખોરાક પર પણ પડતી હોય છે. તહેવાર દરમીયાન ચરબીથી અને મસાલાઓથી ભરપૂર ખોરાક આપણે ખાતા હોય પરંતુ તે આપણા શરીર માટે ખૂબ હાનિકારક અસરો કરે છે. આ સમયે બોડીને ફીટ અને સ્લિમ રાખવા માટે સમય સમય પર ડિટોક્સ કરતા રહેવું જરૂરી છે. તેનાં માટે આટલુ અવશ્ય કરજો.
૨-૩ વખત આદુનું પાણી પીઓ:
દિવસમાં બેથી ત્રણ વખત આદુનું પાણી પીવું જોઈએ. આદુનું પાણી શરીરની અંદરની ગંદકી, ટોક્સીન્સ અને ચરબીને બહાર ફેંકી નાખવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આ માટે એક કપ ગરમ પાણીમાં આદુનો પાવડર નાખીને પીવાથી આંતરડાની સફાઈમાં મદદરૂપ થાય છે.
લીંબુ અને ફુદીનાનું પાણી:
લીંબુ અને ફુદીનાનું પાણી પણ એક સારું ડિટોક્સ ડ્રીંક છે. લીંબુમાં રહેલ વિટામિન સી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે અને ફુદીનાના લિધે શરીરમાં સ્ફૂર્તિ રહે છે. તે માટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડાક ફુદીનાના પાંદ નાખીને થોડીવાર અલગ રહેવા દો, ત્યારબાદ ગાળીને પીવાથી શરીરમાં રહેલ ટોક્સિન બહાર નીકળી આવે છે.
આદુ- હળદરવાળું દૂધ:
શરીરને ડીટોકસ કરવા માટે સૌથી સરળ દેશી ઉપાય છે, આદુ અને હળદર વાળું દૂધ. આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને હળદરમાં કરક્યુમીનનું તત્વ રહેલું છે. જે બોડીને ડિટોકસ કરવામાં મદદ કરે છે. આ ઉપાય માટે દૂધમાં એક ચપટી હળદર અને આદુ નાખીને ઉકાળી લો અને એ ગરમાગરમ દૂધને પી લો. આ ડ્રીંક પીવાથી ઇમ્યુનીટી વધે છે અને ચામડીની ચમકમાં વધારો થાય છે.