Tailor arrested for molesting insignificant  successful  Thane

થાણે: થાણેમાં પંદર વર્ષની સગીરાનો વિનયભંગ કરવા બદલ 21 વર્ષના દરજીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી કલવા વિસ્તારના ભાસ્કરનગરમાં રહે છે. તે પડોશમાં રહેનારી સગીરાને 8 ફેબ્રુઆરીએ જબરસ્તી પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં સગીરાના મોઢામાં કપડાનો ડૂચો નાખ્યો હતો અને તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.

કલવા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સગીરા ત્યાંથી ભાગી છૂટી હતી અને ઘરે ગયા બાદ તેણે માતાને તમામ હકીકત જણાવી હતી.

આપણ વાંચો: દાદરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પીટીના શિક્ષકની ધરપકડ

માતાએ ત્યાર બાદ કલવા પોલીસ સ્ટેશનમાં જઇને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને