mohammed shami reacts to sanjay manjrekar's ipl auction prediction

મુંબઈ: ઘૂંટણની ઈજાને કારણે ભારતીય ટીમનો સ્ટાર પેસ બોલર મોહમ્મદ શમી (Mohemmed Shami) છેલ્લા એક વર્ષથી નેશનલ ટીમમાંથી બહાર છે, હાલમાં જ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું શરુ કર્યું છે. શમી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પરત ફરે એ હજુ નક્કી નથી, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગની અગામી સિઝન સિઝન (IPL 2024)માં રમતો જોવા મળશે એ નક્કી છે. એવામાં શમીએ સંજય માંજરેકર(SanjayMajrekar)ને તેમના નિવેદન બદલ ફટકાર લગાવી છે.. 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહમાં IPL 2025 માટે મેગા ઓક્શન યોજવાનું છે. અગાઉ ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને છૂટો કર્યો હતો. સંજય માંજરેકરે કહ્યું હતું કે શમીને આગામી IPL 2025 મેગા ઓક્શનમાં ઓછી કિંમતમાં મળી શકે છે.


Also read: હાર્દિકની છ વર્ષે બરોડાની ટીમમાં વાપસી, મોટા ભાઈ કૃણાલની કેપ્ટન્સીમાં રમશે


માંજરેકરે શું કહ્યું હતું:

સંજય માંજરેકરે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, ‘ફ્રેન્ચાઈઝીઓ ચોક્કસપણે શમીને ખરીદવામાં રસ લેશે, પરંતુ શમીની ઇજાને ધ્યાનમાં રાખીને આ સિઝન દરમિયાન તેને ઓછી કિંમત મળી શકે છે. તાજેતરની ઇજાને સાજા થવામાં ઘણો સમય લાગ્યો છે. જો કોઈ ફ્રેન્ચાઈઝી તેનામાં મોટું રોકાણ કરશે તો સિઝનની મધ્યમાં તેને ગુમાવી શકે છે. આ ચિંતાને કારણે તેની કિંમત ઘટી શકે છે.’

શમીએ આપ્યો જવાબ:

સંજય માંજરેકરને જવાબ આપતા મોહમ્મદ શમીએ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર લખ્યું કે, “બાબા કી જય હો. તમારા ભવિષ્ય માટે થોડું જ્ઞાન સાચવીને રાખો, ઉપયોગી થશે, સંજય જી? જો તમારે કોઈનું ભવિષ્ય જાણવું હોય તો સરને મળો.”

IPL 2022માં ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. તેણે 33 મેચમાં 48 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી 2023 સીઝનમાં પર્પલ કેપનો વિજેતા હતો. તે સિઝનમાં તેણે 17 ઇનિંગ્સમાં 18.64ની એવરેજ અને 8.03ની ઇકોનોમી સાથે 28 વિકેટ લીધી હતી.


Also read: શુક્રવારથી પ્રથમ ટેસ્ટ: પર્થમાં કેવી હોઈ શકે ભારતની પ્લેઇંગ-ઇલેવન?


મોહમ્મદ શમી હવે બંગાળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. જે બાદ તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના બીજા હાફમાં ટેસ્ટમાં વાપસી કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને