દિલ્હીમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે એવી ઘટના બની છે. અહીં નિર્ભયા કાંડનું પુનરાવર્તન થયું છે. અહી ITOમાં એક યુવતી પર કેટલાક લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ પછી ઓટો ડ્રાઈવરે ઓટોમાં તેની પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં ઓટો ડ્રાઈવર સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા હાલમાં AIIMSમાં માનસિક સારવાર હેઠળ છે. અહીં તેના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ ઘટના ત્રણેક અઠવાડિયા પહેલાની છે.
Also read: ‘આવા ચરિત્રનો માણસ યુએસનો પ્રેસિડેન્ટ!’ કોંગ્રેસ નેતાએ ટ્રમ્પની જીત પર શોક વ્યક્ત કર્યો
દિલ્હી પોલીસના જૂના હેડક્વાર્ટરથી થોડાક મીટર દૂર ITOમાં મહિલાઓ અને ગરીબો માટે કામ કરતી ઓડિશાની આ 34 વર્ષીય મહિલા પર આ બળાત્કાર થયો હતો. આ ઘટના 10 અને 11 ઓક્ટોબરની રાત્રે લગભગ 9.30 વાગ્યાની આસપાસ બની હતી. વારંવાર બળાત્કારના કારણે યુવતીની શારિરીક અને માનસિક હાલત બગડી ગઇ હતી.
ઘટના બાદ યુવતી અર્ધવસ્ત્રોમાં અને લોહી નીકળતી હાલતમાં રાજઘાટથી ચાલીને સરાય કાલેખાન પહોંચી હતી. તેની આસપાસથી અનેક વાહનો પસાર થઇ ગયા હતા, પણ કોઇએ તેની પર દયા નહોતી કરી. જોકે, સરાય કાલેખાન ખાતે એક નેવી ઑફિસરે યુવતીની આવી ગંભીર હાલતમાં જોઇ પોલીસને જાણ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે જો નેવી અધિકારીએ આ અંગે પોલીસને જાણ ન કરી હોત તો યુવતીનું મૃત્યુ થઇ ગયું શક્યું હોત. દિલ્હી પોલીસે આ ઘટનાના આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે.
Also read: દેવદિવાળીએ વિષ્ણુજી ઉઠશે ચાર મહિનાની નિંદ્રામાંથી અને કરશે આ રાશિઓ પર કૃપા
મળતી માહિતી મુજબ પીડિતાએ સોશિયલ વર્કમાં એમએની ડિગ્રી મેળવી છે. નોકરી માટે તે દિલ્હી આવી હતી. તેના મિત્રએ તેને દિલ્હી બોલાવી હતી. યુવતી કિશનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધ્વીઓ સાથે રહેતી હતી. અહીં તેને માનસિક સમસ્યા થતા તે રસ્તા પર આવી ગઇ હતી. આ સમયે ઓડિશાથી તેનો પરિવાર તેને પરત લેવા આવ્યો હતો, પણ પીડિતાએ તેમની સાથે જવાની ના પાડી દીધી હતી.