વિશ્વભરમાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. મર્સર 2024 ના કોસ્ટ ઓફ લિવિંગના સર્વે અનુસાર દુનિયાના ટોપ મોંઘા શહેરોની વાત કરીએ તો, હોંગકોંગ વિશ્વમાં સૌથી મોંઘુ શહેર છે. ત્યારબાદ બીજા નંબર પર સિંગાપોર આવે છે. ભારતમાં સૌથી મોંઘુ શહેર મુંબઇ છે, પણ દુનિયાના મોંઘા શહેરોના રેન્કિંગમાં મુંબઇ 136 માં સ્થાને છે. આ બધા છણાવટ અહીં કરવાનો અર્થ માત્ર એટલો જ છે કે મોંઘા શહેરોની યાદીમાં સિંગાપોર બીજા નંબર પર છે અને મુંબઇ છેક 136 માં નંબર પર છે, પણ જ્યારે કાફે, રેસ્ટોરન્ટ્સ અને બહાર ફરવા કરવાની વાત આવે ત્યારે મુંબઇ અને સિંગાપોરના ભાવો લગભગ સરખા છે.
Also read: Anil Ambani ની મુશ્કેલીમાં વધારો, કેનરા બેંકે હવે ત્રણ કંપની પર કરી આ કાર્યવાહી
મુંબઇના એક મહિલા હાલમાં સિંગાપોર પ્રવાસે ગયા હતા, ત્યારે તેમને એ જાણીને આશ્ચર્ય થયું હતું કે સિંગાપોરમાં કાફે અને રેસ્ટોરન્ટના ભાવ મુંબઈ જેવા જ હતા. બે શહેરો વચ્ચે વ્યાપક આર્થિક અસમાનતા જોવા મળે છે. સિંગાપોર નૈસર્ગિક વાતાવરણ, પર્યટન સુવિધા, સ્વચ્છતા, રમણીયતા એમ દરેક બાબતે મુંબઇ કરતા ક્યાંય ચઢિયાતું છે, તેમ છતાં પણ મુંબઇમાં રેસ્ટોરન્ટ્સ સિંગાપોરની જેમ જ મોંઘા છે. બાંદ્રામાં મોટાભાગની રેસ્ટોરન્ટ્સ, કાફે સિંગાપુરની જેમ જ કે એનાથી પણ વધારે મોંઘી છે. મુંબઇની મહિલાને આ બાબત બહુ જ insane લાગી હતી.
જોકે, કેટલાક નેટ યુઝર્સે દલીલ કરી હતી કે મુંબઇમાં જગ્યાની કિંમત ઘણી વધારે હોવાથી રેસ્ટોરન્ટ્સ, કાફેમાં બધુ મોંઘુ મળે છે. તેની આ દલીલનો છેદ ઉડાડતા અન્ય એક યુઝરે લખ્યું હતું કે સિંગાપોરમાં પણ જગ્યાના ભાવ આસમાનને આંબે છે, પણ તેમ છતાંય ત્યાં રેસ્ટોરન્ટ્સ, કાફેના ભાવ મુંબઇની મીડિયોકર (મિડલ ક્લાસ) રેસ્ટોરન્ટ્સ, કાફે કરતા ઘણા સોંઘા કહેવાય. મુંબઇમાં આટલા મોંઘા ભાવમાં પણ તમને સિંગાપોર જેવું એમ્બિયન્સ કે સુવિધાઓ નથી મળતી.
Also read: ઝાંસી હોસ્પિટલમાં આગ: PM મોદી, CM આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો, વળતરની જાહેરાત કરી
એક યુઝરે જણાવ્યું હતું કે મુંબઇમાં એટલે કે આપણા દેશમાં કાફેમાંથી કોફી લેવા જેવી નાની વસ્તુઓ પણ એક ‘લક્ઝરી’ છે જેની કિંમત 450 રૂપિયા છે. દેશના કેટલા લોકોને આવો ખર્ચ પરવડી શકે? તેના જવાબમાં કેટલાક યુઝર્સે દેશમાં પ્રવર્તતા વર્ગવાદને કારણભૂત ગણાવ્યો હતો કે રિચ, અલ્ટ્રા રિચ લોકો મોટાભાગના સમાજથી દૂર રહેવા માંગે છે. તેઓ પોતાને બીજા બધા કરતા ચઢિયાતા ગણે છે. આવા લોકો સાથે હરવા ફરવા, ખાવાપીવા, ઉઠવા બેસવામાં પણ તેમને નાનપ લાગે છે. એવા લોકો લખલૂંટ ખર્ચા કરીને મોંઘી મોંઘી રેસ્ટોરન્ટ, કાફેમાં જાય છે