maharashtra-dy-cm-devendra-fadnavis-meets-rss-chief-mohan-bhagwat-nagpur RSS Chief Mohan Bhagwat with Maharashtra Dy Chief Minister Devendra Fadnavis. | PTI

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું 20 નવેમ્બર, 2024ના રોજ મતદાન થયું હતું. મતદાનના થોડા કલાક પહેલા જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના મહાલ સ્થિત સંઘના હેડ ક્વાર્ટરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે, રાજકીય હિતને નકારતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ભાગવત અમારા શહેરમાં હતા, તેથી તેમને મળવા ગયા. આ એક સૌજન્ય મુલાકાત હતી.

આ પણ વાંચો : ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?

મહાયુતિને બહુમત મળશે: ફડણવીસ

મહારાષ્ટ્ર ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલ અનુસાર, ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિને 130 થી 156 સીટ મળી શકે છે. જે સરકાર બનાવવા માટે પૂરતી છે. પરંતુ એક્ઝિટ પોલને લઈ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, હું એક્ઝિટ પોલ પર અટકળો નથી કરતો, અંતિમ પરિણામની રાહ જુઓ. અમને વિશ્વાસ છે કે મહાયુતિને બહુમત મળશે.

ભાગવત સાથે 15 મિનિટની મુલાકાતમાં શું થયું?

આરએસએસના પ્રમુખ સાથે ફડણવીસની લગભગ 15 મિનિટની મુલાકાતે રાજકીય વિશ્લેષકોમાં ઉત્સુકતા જગાવી છે. અનેક લોકો ટોચના પદને લઈ સંઘનું સમર્થન પ્રાપ્ત કરવાની કોશિશ માની રહ્યા છે. રાજકીય નિષ્ણાતોના અંદાજ મુજબ, ભાજપ મહારાષ્ટ્રમાં તેમના સીએમ બનાવવા માંગે છે. એકનાથ શિંદે સીએમ હતા ત્યારે સૌથી વધારે તેમના ધારાસભ્યો હોવા છતાં ભાજપ બીજા સ્થાને રહી હતી.

ભાજપ મહત્વના નિર્ણય લેતા પહેલા સંઘ સાથે કરે છે વાત

આ ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી પાર્ટી તરીકે રજૂ કરવામાં આવવાની સાથે રાજકીય સંતુલન બદલાઈ ગયું છે. પાર્ટીની અંદરના સૂત્રોના દાવા મુજબ, ભાજપ મહારાષ્ટ્રમાં નવી સરકારનું નેતૃત્વ કરવા તેમનો દાવો છોડવા ઈચ્છતી નથી. ભાજપ મહત્વપૂર્ણ નેતૃત્વ નિર્ણયોને અંતિમ રૂપ આપતાં પહેલા આરએસએસ સાથે ચર્ચા વિચારણા કરે છે. તેમાં પણ સીએમ ઉમેદવારને લઈ ખાસ ચર્ચા કરવામાં આવે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં દસમા-બારમાની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેરઃ આ વખતે વહેલી પરીક્ષા યોજાશે

ભાજપે તેમના ઓબ્ઝર્વરને સહયોગીઓ સાથે સકારાત્મક વલણ અપનાવવા કહ્યું છે. જો પાર્ટી વિશ્લેષકો તરફથી કરવામાં આવેલા અનુમાન મુજબનો દેખાવ કરશે તો ગઠબંધન વધુ મજબૂત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને