devendra fadnavis to regenerate  eknath shinde arsenic  maharashtra cm

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ રહ્યા છે. શરદ પવારનો પાવર જતો રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે ઉંધા માથે પટકાયા છે. મહારાષ્ટ્રની લાડકી બહેનોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. તો ‘બંટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ નારા’ પણ ચાલી ગયા છે. મહાયુતિ 220થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે, તેથી મહાયુતિની સરકારની રચના લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. હાલમાં, ભાજપ એકલી જ 128 બેઠકો પર આગળ છે, તેથી હવે દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદ મળે તેવી અટકળો તેજ બની છે.


એવા સમાચાર છે કે સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ છે. ફડણવીસની નજીક મનાતા એમએલસી પ્રસાદ લાડે પણ કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનવું જોઈએ. હાલમાં મહાયુતિ 225 બેઠકો પર અને મહાવિકાસ આઘાડી 58 સીટ પર આગળ છે. મહાયુતિએ બહુમતીનો આંક પાર કરી લીધો છે અને એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ભાજપના જ સીએમ હશે અને દેવેન્દ્ર ફડણવીસને જ રાજ્યના સીએમ બનાવવામાં આવશે.


Also read: કૉંગ્રેસના મુખ્ય પ્રધાનપદના દાવેદાર જ પાછળ, મુંબઈના ટ્રેન્ડસ શું કહે છે


જોકે, આ બાબતને હજી સત્તાવાર સમર્થન મળ્યું નથી, પણ ફડણવીસના ઘરમાં જે રીતે ધમાલ ચાલી રહી છે અને ભાજપ અધ્યક્ષ તેમને ઘરે મળવા ગયા છે, એના પરથી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે સીએમ તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે. હવે આ મુદ્દે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને