Dwarkadhish Temple climbs a 52 gaj dhvaja

કૃષ્ણ ભક્તિનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. દેશમાં ભગવાન કૃષ્ણને સમર્પિત અનેક મંદિરો છે. પરંતુ ગુજરાતમાં આવેલ દ્વારકાધીનું ભગવાન કૃષ્ણનું મંદિર દેશ-દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દૂ ધર્મની ચાર મહત્વની પૂરીમાની એક પૂરી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે દ્વારકા નગરીનું નિર્માણ કર્યુ હતું. શ્રી કૃષ્ણના મહેલ હરિ ગૃહ પર જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો : 2025માં ક્યારે ક્યારે લાગશે સૂર્યગ્રહણ, કઈ રાશિઓ પર થશે તેની અસર?

52 ગજની ધજાનું મહત્વ

ભગવાનનાં રાજાધીરાજ સ્વરૂપને સમર્પિત દ્વારકાધીશ મંદિરે ભારતભરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. દ્વારકાનાં મંદિરનાં શિખર પર ધજા ચડાવવાનું મહત્વ રહેલુ છે. દ્વારકાધીશનાં મંદિરે દિવસમાં પાંચ વખત ધજા ફરકાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો 52 ગજની ધજા પાછળની કહાની, ચંદ્રમા અને સૂર્યના પ્રતીકનું મહત્વ, ધજા ફરકાવવાની જવાબદારી કોની છે?

દ્વારકાધીશ મંદિરે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી, 10.45 વાગ્યે શ્રૃંગાર આરતી, સાંજે 7.30 વાગ્યે સંધ્યા આરતી અને રાતે 8.30 વાગ્યે શયન આરતી થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરની પૂજા આરતી સહિતની જવાબદારી ગૂગળી બ્રાહ્મણનાં શિરે છે. જ્યારે પૂજા બાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ મંદિરનાં શિખર પર ધજા ચડાવે છે.

શા માટે ચડે છે બાવન ગજની ધજા?

દ્વારકાધીશ મંદિર પરની ધજા બાવન ગજની હોય છે. તેની પાછળની એક લોક માન્યતા છે કે, દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદોનું શાસન હતું. તે સમયે પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવાતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ, બલરામ, ઋતુ અને પ્રદ્યુમન આ ચાર ભગવાનના મંદિર હજુ પણ બનેલા છે, જ્યારે અન્ય પ્રકારના યાદવના પ્રતીક સ્વરૂપ ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવન ગજની ઘ્વજા ફરકાવવામાં આવે છે.

આ પણ વાંચો : માનો યા ના-માનોઃ દેશના આ ગામમાં ભરાય છે ભૂતોનો મેળો

ધજામાં સૂર્ય અને ચંદ્રનુ પ્રતિક

ભગવાન દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી ધજામાં સૂર્ય અને ચંદ્રનુ પ્રતિક છે. તેના પાછળની માન્યતા છે કે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને