ધોનીના ફેન્સ જાણી લો, માહીએ IPL-2025 માં રમવા અંગે આપ્યું આ અપડેટ…

2 hours ago 1
ipl lucifer  fixing, ultimate  tribunal  india, mahendra singh dhoni, cricket scandal, sports corruption

IPL 2025 રીટેન્શન ડેડલાઈન માટે માત્ર થોડા દિવસો બાકી છે. 31 ઓક્ટોબરના રોજ બધી ફ્રેન્ચાઇઝી IPL 2025 માટે તેમના રિટેન્શન ખેલાડીઓની યાદી BCCIને સબમિટ કરવાની છે. ચાહકોની નજર તેમના મનપસંદ ખેલાડીઓ પર ટકેલી છે.

આ પણ વાંચો : IPL 2025: CSK ધોનીને રિટેન કરશે કે છોડી દેશે? ટીમ મેનેજમેન્ટ આ વાતે મુંજવણમાં

તેમને રિટેન કરવામાં આવશે કે પછી તેમણે હરાજીમાં ભાગ લેવો પડશે એ વિશે તેઓ વિચારી રહ્યા છે. સૌથી વધુ ચર્ચા દેશના દિગ્ગજ ખેલાડી એમ એસ ધોનીની થઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેન કરશે? ધોની આઇપીએલ રમશે?

આવા ઘણા સવાલ ફેન્સના મનમાં ઘુમરાઇ રહ્યા છે. હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે. ખુદ ધોનીએ જ આ અંગે સંકેત આપ્યા છે.

ધોનીએ એવો સંકેત આપ્યો છે કે તેઓ 2025 અને તેના પછી પણ IPLમાં રમવાનું ચાલુ રાખશે. તેમના આ સંકેત બાદ તેમના ભવિષ્યને લગતી તમામ અફવાઓ હવે શાંત થઇ જશે એમ લાગે છે. આ વર્ષના મેગા ઑક્શન બાદ માત્ર એક વર્ષ માટે નહીં પણ ત્રણ વર્ષ સુધી CSKની ટીમમાં રમવાનું ચાલુ રાખવા માગે છે. મતલબ કે માહી IPL 2025માં CSK તરફથી રમશે એ નક્કી છે.

આ પણ વાંચો : આ ‘શરત’ પર IPL 2025માં રમશે MS ધોની, શું BCCI આપશે મંજૂરી?

તાજેતરમાં ગોવામાં એક ઇવેન્ટ દરમિયાન ધોનીને આગામી IPLમાં રમવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હું મારા ક્રિકેટના છેલ્લા વર્ષોમાં જે કંઇ પણ રમી શકું છું, તેનો આનંદ માણવા માગું છું. જ્યારે તમે પ્રોફેશનલી ક્રિકેટ રમતા હો ત્યારે આ રમતને માણી શકતા નથી. તમારા મનમાં લાગણીઓ અને પ્રતિબદ્ધતા આવ્યા કરે છે. હું આગામી કેટલાક વર્ષો સુધી આ રમતનો આનંદ માણવા માંગુ છું.

ફિટનેસ સંબંધી ચિંતાઓ વિશે વાત કરતી વખતે ધોનીએ જણાવ્યું હતું કે લગભગ બે-અઢી મહિના સુધી આઇપીએલ રમવા માટે મારે 9 મહિના સુધી મારી જાતને ફિટ રાખવી પડશે, જેથી હું આઇપીએલ રમી શકું. મારે એના માટે આયોજન કરવું પડશે અને થોડો આરામ પણ કરવો પડશે અને ફિટ રહેવા માટે મહેનત પણ કરવી પડશે, પણ હું તૈયાર છું.

આ પણ વાંચો : ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન

એવું માનવામાં આવે છે કે CSK IPL 2025 માટે તેમના સુપરસ્ટાર ધોનીને જાળવી રાખશે અને IPL મેગા ઓક્શનમાં MS ધોનીને વેચવાની તસ્દી લેશે નહીં. CSK ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખે એવી શક્યતા છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article