Navjot Singh Sidhu claims! By consuming these indigenous products, his woman  defeated stage-4 crab  successful  conscionable  40 days Credit : Instagram

નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરે કેન્સરને હરાવ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમની પત્ની કેન્સર મુક્ત છે. પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુ હવે સંપૂર્ણપણે કેન્સર મુક્ત છે. નવજોત કૌરે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેન કરાવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે તે કેન્સર મુક્ત છે.

આ પણ વાંચો : દરેક દિવસની દરેક ક્ષણ નવી શરૂઆતની એક તક છે…

મીડિયા સાથે વાત કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેમની પત્નીને સ્ટેજ 4 ઈન્વેસિવ કેન્સર છે. ડોક્ટરોએ હાર માની લીધી હતી, પરંતુ તેની હિંમતથી આ રોગ સામેનો જંગ જીતી હતી. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આ માટે તેણે પોતાની જીવનશૈલી અને આહારમાં ઘણો ફેરફાર કર્યો અને માત્ર 40 દિવસમાં કેન્સરને હરાવી દીધું હતું.

નવજોત કૌર સિદ્ધુને સ્ટેજ-4 કેન્સર હતું. તેને સ્તન સર્જરી પણ કરાવવી પડી હતી. નવજોત કૌર એક વર્ષથી વધુ સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. પરંતુ તેણે આ બીમારીનો હિંમતથી સામનો કર્યો. તેણે જણાવ્યું કે કેવી રીતે ત્રીજા તબક્કામાં જ ડોક્ટરોએ આશા ગુમાવી દીધી હતી. નવજોર કૌરે જણાવ્યું હતું કે તેના પુત્રના લગ્ન પછી તેનું કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ક્યારેય આશા ન ગુમાવી અને રોગનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો.

નવજોત કૌર સિદ્ધુએ આ રીતે કેન્સરને હરાવ્યું

નવજોત કૌર સિદ્ધુએ પટિયાલાની સરકારી હોસ્પિટલોમાં સારવાર લીધી જેમાં રાજેન્દ્ર મેડિકલ કોલેજ જેવી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. નવજોત કૌરની દિનચર્યા અને જીવનશૈલીએ કેન્સરને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રિકવરી દરમિયાન, સિદ્ધુ અને તેની પત્નીએ તેમની દિનચર્યામાં લીંબુ પાણી, કાચી હળદર, એપલ સીડર વિનેગર, લીમડાના પાન અને તુલસી જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો.

હળદર, લીંબુ પાણી અને ખાટી વસ્તુઓનું સેવન કરવું

તેણે અખરોટ, બીટરૂટ, કોળું, આમળા, દાડમ અને વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન કર્યું હતું. ખોરાકમાં બળતરા વિરોધી અને કેન્સર વિરોધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાળિયેર તેલ, મગફળીનું તેલ અને બદામ તેલનો ઉપયોગ મહત્તમ કર્યો હતો. ઉપરાંત દિવસની શરૂઆત લવિંગ, એલચી, તજ અને ગોળની ચાથી કરી હતી,.
સિદ્ધુએ કહ્યું, કેન્સરના કિસ્સામાં, ખાવાના સમયમાં અંતર રાખો, મીઠાઈઓ ન ખાઓ, કાર્બોહાઈડ્રેટ ન ખાઓ, તો કેન્સરના કોષો આપમેળે મૃત્યુ પામે છે. સાંજે 6 વાગ્યા સુધીમાં ડિનર કરો અને બીજા દિવસે સવારે 10 વાગ્યે લીંબુ પાણી પીને દિવસની શરૂઆત કરો. આ પછી લીમડાના 10-12 પાન ચાવીને ખાઓ.

આ પણ વાંચો : બોલો, દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, નામ જાણીને ચોંકી ઉઠશો…

નવજોત સિંહે પણ 25 કિલો વજન ઘટાડ્યું

આ આહાર અને જીવનશૈલી નવજોત સિંહ સિદ્ધુએ તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ સાથે અપનાવી હતી. જેના કારણે તેની ફેટી લીવરની સમસ્યા દૂર થઈ ગઈ અને તેણે પોતાનું વજન પણ 25 કિલો ઘટાડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને