જ્યોતિષાચાર્ય આશિષ રાવલ
પંચાંગ અનુસાર કાર્તિક વિક્રમ સંવત ૨૦૮૧નો પ્રારંભ તા.૦૧-૧૧-૨૦૨૪ શુક્રવારે સાંજે ૦૬.૧૮ મિનિટે થયો…
આ સમયે સ્વાતિ નક્ષત્ર આયુષ્માન યોગ-તુલા રાશિનો ચંદ્ર – ‘અનલ’ સંવતસર અને વીર સંવત ૨૫૫૧નો પ્રારંભ શનિવારથી થશે. આ અનુસાર ભારત દેશના ભાવિની કેટલીક ઝલક…..
- મધ્ય ભારતે દુકાળ થાય તેમજ રાજ્યોમાં વર્ગવિગ્રહ વકરે…
- ઉત્તર ભારતમાં મબલક-અનરાધાર વરસાદ ખાબકે…
- આકસ્મિક કોઈ મોટા રાજકીય નેતાની હત્યાના સમાચાર હેડલાઇન બને…
- અમુક પક્ષમાં આંતરવિગ્રહ તેમજ વિરોધ પક્ષ સાથે ઘર્ષણ સતત વધે …
- તમામ ખાધ ચીજવસ્તુઓ માઘી બને…
- મંદી -બેકારી- મોંઘવારીની સમસ્યાઓ સતત વધે…
- દુધાળાં પશુઓમાં રોગચાળો ફેલાય…
- દૂધની તમામ બનાવટોના ભાવ આસામને પહોંચે..
- અસહ્ય ગરમીનો પ્રકોપ વધે…
- શિક્ષણ સંશોધન કાર્યમાં આમૂલ પરિવર્તનો આવે…
- ન્યાયાલયોના ચુકાદાઓ ચોકાવનારા આવે…
- બાળ મરણો વધી શકે…
- વર્ષના શરુઆતથી આયુર્વેદિક દવાઓનું વેચાણ વધે…
- ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ મળે…
- પ્રાચીન દેવમંદિરોનાં જીર્ણોધર થાય…
- વર્ષના મધ્યે મગ-નાળિયેર-ચંદન-અગરબતી સોંધી થશે….
- રિ-ડેવલપમેન્ટની સ્કીમોના લાભાર્થીઓ વધે…
- શેરમાર્કેટમાં રોકાણકારો કુદકે ભૂસકે વધે…
અને છેલ્લે…સોશિયલ મીડિયામાં અર્થહીન ચર્ચાઓ-અંધાંધૂંધ અફવાઓ ફેલાય !
હવે જાણીએ મહારાષ્ટ્ર રાજ્યનું ભાવિ કેવું છે.?
મહારાષ્ટ્ર રાજ્ય એ ભારતનું પ્રભુત્વ ધરાવતું રાજ્ય ગણાય છે…
- રાજ્ય ઉપર વૈશ્વિક અને સિંહ રાશિનો દબદબો રહ્યો છે. આ નવેમ્બરના ઉત્તરાર્થમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે.સત્તાધારી પક્ષ-યુતિ માટે નિશ્ચિત રીતે આ વર્ષ કસોટીરૂપ સાબિત થાય.
- સત્તાપક્ષમાં જોખમ વધે… અંદરો-અંદર ખેંચતાણ વધે.
- સત્તાધારી પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવા યોગ બની રહે…
- કેન્દ્ર સરકારના સહયોગથી રાજયનાં વિકાસ કાર્યો આગળ વધે… વીજ સેવા નોંધનીય બને.
- પૂર્વ ભારતની સાથે મહારાષ્ટ્રમાં ધૂસણખોરી તથા આતંકી ઉપદ્રવો વધે.ચોતરફ અરાજકતા ફેલાય…
- રાજ્યના મોટા માથાના નેતાઓનાં કૌભાંડ બહાર આવે…
- કુદરતી-અકુદરતી આફતોનો સામનો કરવો પડે…. મુશળધાર વરસાદ અને રાજ્યનાં ઘણાં સ્થળોએ જળપ્રલય સર્જાય… રોગચાળામાં અનેક જીવ હોમાય… દરિયાઈ તોફાનોથી તબાહી થાય…
- મુંબઈ શહેરમાં અનેકવિધ ક્ષેત્રોની સેલિબ્રિટી આપઘાત કરે…
આમ ગ્રહયોગોની ખરાબ અસરોથી આ વર્ષે પ્રજાનું રક્ષણ થાય એવી ગૌમાતા અને ગણેશજીને પ્રાર્થના.