નાગપુરઃ વિદર્ભ પ્રાન્તના નાગપુરમાં આવતી કાલે (ગુરુવારે) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે વન-ડે સિરીઝનો પ્રથમ મુકાબલો (બપોરે 1.30 વાગ્યાથી) છે જેમાં વિરાટ કોહલીને આ મેદાન પર સતત બીજી સેન્ચુરી ફટકારવાનો મોકો છે. તે હાલમાં ફૉર્મમાં નથી, પણ પોતાના આ નસીબવંતા મેદાન પર સદીની મદદથી ભારતને વિજય અપાવીને ટીકાકારોની બોલતી બંધ કરવાની તેને તક છે. નાગપુરમાં છેક છ વર્ષે ફરી વન-ડે રમાશે. છેલ્લે અહીં 2019માં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે રમાઈ હતી જેમાં કોહલીએ 116 રન બનાવ્યા હતા. ભારતના 250 રન સામે ઑસ્ટ્રેલિયાની ટીમ કુલદીપ યાદવની ત્રણ તેમ જ ખાસ કરીને વિજય શંકરની છેલ્લી બે વિકેટને કારણે 49.3 ઓવરમાં 242 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.નાગપુરની સ્પિન-ફ્રેન્ડ્લી પિચ પર છેલ્લી ત્રણેય વન-ડે ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી અને એ ત્રણેયમાં ભારતે વિજય મેળવ્યો હતો.
Also read: બુમરાહને દરેક સિરીઝમાં રમાડવાનું ટાળોઃ ભારતને સાઉથ આફ્રિકાના ક્રિકેટરની સલાહ
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), રિષભ/રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
ઇંગ્લૅન્ડઃ જૉસ બટલર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), જૉ રૂટ, બેન ડકેટ, હૅરી બ્રૂક, લિઆમ લિવિંગસ્ટન, જૅકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને સાકિબ મહમૂદ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને