Finance Minister is presenting the budget, helium  said this astir  the mediate  class

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ પહેલા વિપક્ષે હંગામો કર્યો હતો.

આ ઉપરાંત તેમણે કહ્યું, પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 100 જિલ્લામાં લો પ્રોડક્ટિવિટી પર ફોક્સ કરીને તેમાં સુધારો કરવામાં આવશે. સંગ્રહ ક્ષમતા અને સિંચાઈની સુવિધા વધારવામાં આવશે. ભારત સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે. વિકસિત ભારતના લક્ષ્યને લઈ ચાલી રહ્યા છીએ.

નાણા પ્રધાને કહ્યું, સરકારે રિફોર્મ કર્યા છે. જેનાથી વિશ્વનું ધ્યાન આપણી તરફખ ખેંચાયું છે. વિકસિત ભારત માટે સતત પ્રેરણા મળી રહી છે. આ બજેટ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા, મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતા વધારવાની કોશિશનો હિસ્સો છે.

  • યુવાનોને રોજગારી આપવાની પ્રાથમિકતા
  • તેલીબીયામાં આત્મનિર્ભરતા મિશન
  • બિહારમાં મખાના બોર્ડ બનાવાશે
  • માછીમારો માટે સ્પેશિયલ ઇકોનોમી
  • ટેક્સ, ઉર્જા અને શહેરી વિકાસ પર ફોક્સ
  • ગરીબ, યુવા, કિસાન અને નારી શક્તિ પર ફોક્સ

બજેટ રજૂઆત પહેલા શું કહ્યું પીએમ મોદીએ
બજેટ રજૂઆત પહેલા સૂત્રોએ જણાવ્યું કે, પીએમ મોદીએ કેબિનેટમાં આ બજેટ આમ આદમી માટે હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે આકાંક્ષાનું બજેટ ગણાવ્યું હતું. આ GYAN ( ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો…રેલવે મુસાફરોને વધુ એક સુવિધા આપી રેલવેએ, હવે…..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને