નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં પૂરની સ્થિતિ, કોસી બેરેજમાંથી પાણી છોડાતા 13 જિલ્લામાં એલર્ટ

2 hours ago 1
Flood concern    successful  Bihar owed  to dense  rains successful  Nepal, alert successful  13 districts arsenic  h2o  is released from Kosi Barrage

પટના: નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પુરની સ્થિત સર્જાઈ છે. પુર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં કુલ 112 (Flood successful Nepal) લોકોના મોત નિપજ્યા છે. નેપાળથી ભારતમાં પ્રવેશતી નદીઓના જળસ્તરમાં પણ વધારો થઇ રહ્યો છે. બિહાર સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે સવારે 5 વાગ્યે વીરપુરના કોસી બેરેજમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે 1968 પછી સૌથી વધુ છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટીમો પાળાઓની સુરક્ષા માટે દિવસ-રાત કાર્યરત છે. તેમના વતી સામાન્ય લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઓલ ઈન્ડિયા રેડિયોના પટના કેન્દ્રએ એક્સ પર આપેલી માહિતી અનુસાર કોસી અને ગંડક બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને 13 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફેલાઈ ગયા છે.

ઓલ ઈન્ડિયા રેડિયોએ અહેવાલ આપ્યો છે કે બાગમતી નદી શિયોહરમાં ખતરાના નિશાનથી બે મીટર ઉપર વહી રહી છે. આ સિવાય ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આરજેડી સાંસદ મીસા ભારતીએ કહ્યું કે કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પાણીનું સ્તર ઘણું ઊંચું છે. એવી અપેક્ષા છે કે બિહાર સરકાર અને તેના તમામ પ્રધાનો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેશે.

બિહારના શિયોહર જિલ્લાના બેલવા વિસ્તારમાં ડેમ બનાવવા માટે બાગમતી નદી પર બાંધવામાં આવેલ પાળાને વધુ પડતા પાણીના દબાણને કારણે નુકસાન થયું છે.

અરરિયા જિલ્લામાં પણ પરમાન નદીનું જળસ્તર વધી રહ્યું છે. અરરિયા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article