When volition  the Panvel-Karjat corridor beryllium  'welfare', cognize  the important   updates of the project

મુંબઈઃ મધ્ય રેલવેની મેઈન લાઈનના સૌથી મહત્ત્વના પ્રકલ્પ પનવેલ-કર્જત કોરિડોરને તૈયાર કરવા માટે રેલવે પ્રશાસને કમર કસી છે, જેનું કામકાજ પૂરું થયા પછી પનવેલ અને કર્જત વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે.

મુંબઈ અને આસપાસના વિસ્તારોના લોકો માટે એક રાહતના સમાચાર છે. મુંબઈગરાને ટૂંક સમયમાં નવો પનવેલ કર્જત રેલવે કોરિડોર મળશે. પનવેલ-કર્જત ઉપનગરીય રેલવે કોરિડોર, જે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ(MUTP)નો ભાગ છે, તે ઝડપથી પૂર્ણ થવા જઈ રહ્યો છે.

લગભગ ₹ ૨,૭૮૨ કરોડના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટનું ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૬૭ ટકા કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવા કોરિડોરને કારણે પનવેલ અને કર્જત વચ્ચે વધુ સારી અને ઝડપી કનેક્ટિવિટી મળશે.

આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર સબ-વે બનાવવાનું કામ શરૂ: ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

નવા કોરિડોરમાં પનવેલ, ચીખલે, મોહાપે, ચોક અને કર્જત એમ પાંચ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નવી મુંબઈના રાયગઢ જિલ્લાને કર્જત સાથે જોડવાનો અને એમએમઆરનું વિસ્તરણ કરવાનો છે. આનાથી મુંબઈ લોકલને કનેક્ટિવિટી પણ મળશે અને પનવેલ અને કર્જત વચ્ચેના નવા કોરિડોર આસપાસના વિસ્તારનો પણ વિકાસ થશે. આ પ્રોજેક્ટને ડિસેમ્બર ૨૦૧૬ માં મંજૂરી આપવામાં આવી હતી અને નવી સમયમર્યાદા પ્રમાણે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
જમીન સંપાદનનું કામ પૂર્ણ

  • ૫૬.૮૨ હેક્ટર ખાનગી જમીન અને ૪.૪ હેક્ટર સરકારી જમીનનું સંપાદન પૂરું થયું
  • જંગલની જમીન માટે જરૂરી પરવાનગી (સ્ટેજ-૧ની મંજૂરી) મળી અને બાકીની પ્રક્રિયા ચાલું
    એન્જિનિયરિંગ કામ પુરજોશમાં ચાલુ છે

  • ૨૦ લાખ ઘનમીટર માટી ભરવામાં આવી છે.
  • ત્રણ ટનલનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે અને લાઈનિંગનું કામ ચાલી રહ્યું છે.
  • ૪૭ પુલોમાંથી, ૩૫ પુલો (૨૯ નાના અને ૬ મોટા) તૈયાર થઇ ગયા છે.
  • ૪ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને મોહોપે અને કિરવાલી જેવા મહત્વના સ્થળો પર કામ ચાલી રહ્યું છે.
  • પુણે એક્સપ્રેસવે અંડરપાસનું કામ પૂર્ણ થઈ ગયું છે.

    સ્ટેશનનું બાંધકામ
  • પનવેલ, ચીખલે, મોહાપે, ચોક અને કર્જત સ્ટેશનોનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
  • પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ (એફઓબી) અને વહીવટી ઇમારતો જેવી સુવિધાઓનું પણ કામ ચાલુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને