“…પરમાણું હથિયાર તૈયાર રાખવાની જરૂર છે.” પુતિને શરુ કરાવી ન્યુક્લીયર ડ્રીલ, NATO ચિંતામાં

2 hours ago 1
Russian Nuclear unit  initiated Drill connected  Vladimir Putins bid   NATO Concerned

મોસ્કો: આંતરાષ્ટ્રીય દબાણ છતાં રશિયાએ યુક્રેન પર હુમલા અટકાવ્યા (Russia Ukraine war) નથી, એવામાં રશિયાની ન્યુક્લિયર ફોર્સે આજે કવાયત (Russia’s atomic drill) શરુ કરતા યુક્રેન ઉપરાંત પશ્ચિમી દેશોની ચિંતામાં વધરો થયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) તરફથી આદેશ મળ્યા બાદ ન્યુક્લિયર ફોર્સે આજે વિશેષ કવાયત શરૂ કરી હતી.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા રશિયાના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ યુક્રેન યુદ્ધના આ સમયને “સૌથી મુશ્કેલ તબક્કો” ગણાવ્યો હતો, ત્યાર બાદ આ કાવયત શરુ થતા ન્યુક્લિયર અટેકની શક્યતા સેવાઈ રહી છે.

છેલ્લા 15 દિવસમાં પુતિન દ્વારા શરૂ કરાયેલી આ બીજી મોટી સૈન્ય કવાયત છે. પશ્ચિમી દેશોની આગેવાની હેઠળનું NATO વધતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે અનિશ્ચિત છે. યુ.એસ.ની આગેવાની હેઠળના પશ્ચિમી દેશોએ રશિયાની અંદરના વિસ્તારોને નિશાન બનાવવા માટે યુક્રેનને લાંબા અંતરની ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું આયોજન કર્યા પછી તણાવમાં વધારો થયો હતો.

રશિયાએ પશ્ચિમી દેશોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો પશ્ચિમના સમર્થન સાથે યુક્રેન દ્વારા આવું પગલું લેવામાં આવશે તો રશિયા માતૃભૂમિની રક્ષા માટે તેના પરમાણુ હથિયારોના ઉપયોગ પર વિચાર કરશે. ત્યાર બાદ આ કવાયત શરુ થઇ છે.

રશિયન અધિકારીઓએ જણાવ્યું કે ગયા મહિને પુતિન દ્વારા મંજૂર કરાયેલા તેના અપડેટેડ ન્યુક્લિયર ડોક્ટ્રાઇન સેનાને નોન ન્યુક્લીયર દેશો સામે ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, તેને પશ્ચિમી દેશોએ ચેતવણી તરીકે જોવું જોઈએ.

પરમાણુ શસ્ત્રોની કવાયતની શરૂઆત કરાવતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, “અમે બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોના પ્રક્ષેપણ સાથે પરમાણુ શસ્ત્રોના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કામ કરીશું. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અત્યંત અસાધારણ સ્થિતિમાં જ કરવામાં આવશે પરંતુ તેને ઉપયોગ માટે તૈયાર રાખવાની જરૂર છે.”

Also Read – તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ

પુતિને કહ્યું કે “અમે નવી આર્મ્સ રેસ સામેલ થવાના નથી, પરંતુ અમે ન્યુક્લિયર ફોર્સને જરૂરીયાત સમયે તૈયાર રાખીશું.”

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article