શ્રીનગર: નવેમ્બર મહિનો અડધો વિતી ચુક્યો છે, પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. પ્રવાસન સ્થળો ગુલમર્ગ અને પહેલગામની સાથે લેહમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ વિસ્તારોમાં રાત્રે હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે.
Also read: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર, AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોનમર્ગ થી ઠંડો વિસ્તાર રહ્યો છે, જ્યાં લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. બીજી તરફ, પહેલગામમાં લઘુત્તમ તાપમાન -2.0 નોંધાયું હતું જ્યારે ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન -1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ખીણમાં હવામાન સૂકું રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ઉલ્લેખનીય છે કે એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ખીણ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી, જ્યારે નીચેના વિસ્તારોમાં વરસાદ થયો હતો. પ્રથમ વિક્ષેપની અસર 11 થી 12 નવેમ્બર સુધી રહી હતી જ્યારે બીજા વિક્ષેપની અસર 15 થી 16 નવેમ્બર સુધી રહી હતી. પ્રથમ વિક્ષેપની અસરને કારણે, તે માત્ર ખીણના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જ જોવા મળી હતી અને તે દરમિયાન આ વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી જ્યારે નીચલા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહ્યું હતું.
Also read: દિલ્હી-NCR ની હવા વધુ ઝેરી બની; GRAP-4 લાગુ, કાલથી લાગુ થશે નિયંત્રણો…
બીજા વિક્ષેપની અસરને કારણે, ઊંચા પર્વતીય વિસ્તારો પર થયેલી હિમવર્ષાને કારણે 2-5 ઇંચ બરફના સ્તર જામી ગયા છે, જ્યારે આ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. તાજેતરની હિમવર્ષા અને વરસાદ બાદ હવે ઘાટીનું વાતાવરણ શુષ્ક રહ્યું છે. હવામાન વિભાગે 24 નવેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થવાની આગાહી કરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને