લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. જોકે, ICC ચૅમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) ગુરુવારે ઈસ્લામાબાદ પહોંચી ગઈ હતી, પરંતુ અત્યારે પાકિસ્તાનને તગડો ઝટકો લાગ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીને પીઓકે(PoK)માં નહીં મોકલવામાં આવે. પાકિસ્તાન સરકારે 16થી 24 નવેમ્બર સુધી ટ્રોફી પાકિસ્તાનમાં ફેરવવામાં આવે તેવો પ્લાન તૈયાર કર્યો હતો, જે અંતર્ગત ટ્રોફીને પીઓકેના ત્રણ શહેર સ્કાર્દુ, મુર્રી અને મુઝફ્ફરાબાદમાં લઈ જવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના જોરદાર વિરોધ બાદ આઈસીસીએ પાકિસ્તાનને ટ્રોફી પીઓકેમાં નહીં લઈ જવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો : આજે ભારતને સિરીઝ જીતવાની તક: રિન્કુ સિંહના ફૉર્મ પર સૌની નજર
ક્યારથી શરૂ થશે ચૅમ્પિયન્સ ટ્રોફી
ચૅમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. પરંતુ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાની ના પાડી છે. પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર ન હોવાથી શેડ્યૂલ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. આ સંજોગોમાં આઈસીસીના ઈતિહાસમાં પ્રથમ વખત સત્તાવાર ટૂર્નામેંટ શેડ્યૂલ વગર ટ્રોફી ટુર કરશે. સામાન્ય રીતે કોઈ પણ ટૂર્નામેંટનું શેડ્યૂલ 100 દિવસ પહેલા જાહેર કરી દેવામાં આવે છે. જે બાજ ટ્રોફી ટુર શરૂ થાય છે પરંતુ આ વખતે કઈંક અલગ જ જોવા મળી રહ્યું છે.
થોડા દિવસ પહેલાં એક અહેવાલ વાયરલ થયો હતો કે પીસીબી જો ચૅમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મૉડેલ પર રાખવા (ભારતની મૅચો પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશમાં રાખવા) તૈયાર નહીં થાય તો આખી ટૂર્નામેન્ટનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાંથી લઈને દક્ષિણ આફ્રિકાને સોંપી દેવામાં આવશે. ચૅમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીએ શરૂ થશે અને ફાઇનલ નવમી માર્ચે રમાશે. આ ટૂર્નામેન્ટનું અંતિમ શેડ્યૂલ જાહેર નથી કરાયું. પાકિસ્તાને આઇસીસીને કામચલાઉ શેડ્યૂલ મોકલી આપ્યું છે.