Saim Ayub's record-breaking batting show  successful  cricket Credit : The Tribune

બુલવૅયો (ઝિમ્બાબ્વે): પાકિસ્તાને સોમવારે અહીં ઝિમ્બાબ્વેને સિરીઝની બીજી વન-ડેમાં 190 બૉલ બાકી રાખીને 10 વિકેટના માર્જિનથી હરાવીને શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી હતી. આ મૅચમાં પાકિસ્તાને એક વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો અને એ વિક્રમ અપાવવામાં ઓપનર સઇમ અયુબ (113 અણનમ, 62 બૉલ, ત્રણ સિક્સર, સત્તર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.

આ પણ વાંચો : IND vs AUS: બીજી ટેસ્ટ પહેલા કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરશે, અચાનક આવો નિર્ણય કેમ લીધો?

વન-ડેમાં વ્યક્તિગત સદી ધરાવતા સૌથી નીચા ટીમ-સ્કોરમાં પાકિસ્તાનનો સ્કોર (148/0) હવે નવો વિશ્વવિક્રમ છે. 148 રનમાંથી અણનમ 113 રન સઇમ અયુબના હતા. પાકિસ્તાને સ્કૉટલૅન્ડનો વિક્રમ તોડ્યો છે. 2023માં નામિબિયા સામે સ્કૉટલૅન્ડે વિના વિકેટે જે 157 રન બનાવ્યા હતા એમાં જ્યોર્જ મન્સીના અણનમ 103 રન સામેલ હતા. એ રીતે, સઇમ અયુબ વન-ડેમાં ટીમના 150 રનથી ઓછા સ્કોરમાં સેન્ચુરી ધરાવનાર વિશ્વનો પ્રથમ બૅટર બન્યો છે.

સઇમ અયુબે 53 બૉલમાં સદી પૂરી કરી હતી અને સૌથી ઝડપી (સૌથી ઓછા બૉલમાં) સેન્ચુરી પૂરી કરનાર પાકિસ્તાની બૅટર્સમાં તે શાહિદ આફ્રિદી પછી બીજા નંબરે છે. જોકે આ લિસ્ટમાં પહેલા ત્રણેય સ્થાને આફ્રિદીનું નામ છે. આફ્રિદીએ શ્રીલંકા સામે 37 બૉલમાં, ભારત સામે 45 બૉલમાં અને બાંગ્લાદેશ સામે 53 બૉલમાં સદી પૂરી કરી હતી.

આ પણ વાંચો : બિહારનો 13 વર્ષનો સૂર્યવંશી આઇપીએલનો સૌથી યુવાન, રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો…

પાકિસ્તાન રવિવારની પહેલી વન-ડેમાં ડકવર્થ/લુઇસ મેથડ અનુસાર 80 રનથી હાર્યું હતું. ઝિમ્બાબ્વેએ 205 રન બનાવ્યા બાદ વરસાદને પગલે પાકિસ્તાન માટેનો લક્ષ્યાંક વરસાદને લીધે ટૂંકાવવામાં આવ્યો હતો અને પાકિસ્તાનને જીતવા માટે 21 ઓવરમાં 141 રન બનાવવા કહેવામાં આવ્યું હતું. જોકે તેઓ 21 ઓવરમાં છ વિકેટે ફક્ત 60 રન બનાવી શક્યા હતા અને ઝિમ્બાબ્વેએ 80 રનથી જીતીને 1-0થી સરસાઈ મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને