All improvement  enactment    successful  Borivali (East) and Byculla to beryllium  stopped from today

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે હાલ જમીનની નીચે રહેલી પાણીની પાઈપલાઈનને નુકસાન થવાનું જોખમ વધી ગયું છે. તેથી આ સમસ્યાનો સામનો કરવા માટે પાલિકાએ રસ્તાના ચાલુ કામની સાથે જ જૂની પાઈપલાઈનનો બદલવાનું અને જ્યાં આવશ્યકતા હોય ત્યાં નવી પાઈપલાઈન નાખવાનો નિર્ણય લીધો છે. પશ્ર્ચિમ અને પૂર્વીય ઉપનગરોમાં પાઈપલાઈનોના સમારકામ, ગળતરના સમારકામ અને રિપ્લેસમેન્ટ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ ૩૦૯ કરોડ રૂપિયા છે અને આ કામ મુંબઈના ૨૪ પ્રશાસકીય વોર્ડમાંથી ૧૫ વોર્ડમાં કરવામાં આવવાનું છે.કુર્લા, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ, ચેમ્બુર, બાન્દ્રા, મલાડ, કાંદિવલી, બોરીવલી, ગોરેગામ અને દહિસર જેવા ઉપનગરીય વિસ્તારોમાં પાણીના ગળતરની શોધ, સમારકામ અને પાઈપલાઈનના રિપ્લેસમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવવાના છે, જે આગામી બે વર્ષમાં પૂરું થવાની અપેક્ષા છે. આ પહેલના ભાગરૂપે આશરે ૨૦,૪૩૮ કામ હાથ ધરવામાં આવવાના છે.પાલિકાએ હાલ ઘણા વિસ્તારોમાં સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલુ કર્યું છે, તેની સાથે બાન્દ્રા-પૂર્વ અને અંધેરી-પૂર્વ જેવા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનના સ્થળાંતર માટે કૉન્ટ્રેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ માટે ૭૬ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.પાલિકા હાલ પ્રતિદિન ૩,૯૫૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડે છે, જયારે પાણીનીમાગણી વધીને ૪,૪૬૩ મિલ્યન લિટર થઈ ગઈ છે. ગળતર, બાષ્પીભવન, ચોરી સહિતના કારણોથી ૩૪ ટકા પાણી વેડફાઈ જતું હોય છે.

Also read:પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી

પાલિકાએ થાણે અને નાશિક જિલ્લાસ્થિત તળાવોમાંથી શહેર માટે પાણીની પાઈપલાઈન મારફત પાણી લઈ આવે છે, જે મુંબઈમાં લગભગ ૫,૦૦૦ કિલોમીટર સુધી ફેલાયેલી પાઈપલાઈન નેટવર્ક દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પાણીના ગળતર અને દૂષણને રોકવા માટે પાલિકાએ ૯૫ કિલોમીટરની ટનલનું નેટવર્ક નાખ્યું છે, જેમાં વધારાની ૨૦ કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને