DCP Jagdish Bangarwa

રાજકોટ: સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને ચોકી સોરઠ પોલીસ તાલીમ શાળાના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલી મારામારી બાદ આ કેસમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. આ મુદ્દાને ખોડલધામ-સરદારધામ વચ્ચેના વિવાદ સાથે સબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યાર આ મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી.

આ પણ વાંચો : સમાજ સાથે ગદ્દારીના આરોપ સાથે સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો; ખોડલધામ સાથેનો વિવાદ જવાબદાર?

પોલીસે આપી વિગતો

સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને ચોકી સોરઠ પોલીસ તાલીમ શાળાના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલી મારામારીના બનાવને લઈને ડીસીપી જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ કેસની તપાસમાં સ્વતંત્ર સાહેદોના નિવેદન તેમજ ડોક્ટરના મેડિકલ સર્ટી અને સીસીટીવીની તપાસ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આરોપી પાસે કોઇ જ હથિયાર નહોતું

આ કેસમાં જયંતી સરધારા પર પીઆઇ પાદરિયા દ્વારા હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે, જો કે પોલીસની તપાસ બાદ આ કેસમાં હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા કોર્ટના પોલીસ દ્વારા અરજી કરવામાં આવી છે. વળી જયંતી સરધારા પર હુમલો કરનારા પી. આઈ. પાદરીયા પાસે કોઈ હથિયાર ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : Rajkot માં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ…

આરોપી ફરિયાદ દાખલ કરી શકે છે

આ સિવાય પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં જયંતી સરધારા દ્વારા ચોકી સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના પી. આઈ. પાદરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આ કેસમાં પીઆઇ પાદરિયા દ્વારા જયંતી સરધારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે તો અમે સ્વીકારીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને