pm modi to sojourn  maha kumbh mela connected  february 5

પ્રયાગરાજ: પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ થતાં 30 શ્રદ્ધાળુઓના મોતની ઘટનાનો મુદ્દો ચર્ચામાં છે. ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ છે. મહાકુંભની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે વીઆઈપી મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભ સ્નાન માટે જશે કે નહિ?

Also work : મહાકુંભમાં જવાનો છો તો ભૂલથી પણ નહીં કરતા આટલી ભૂલો નહીં કરતા!

પ્રયાગરાજની મુલાકાત મોકૂફ: સૂત્રો

સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લેવાના હતા, જે સ્થગિત રાખવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ મહાકુંભમાં જવાનો પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એવું માનવામાં આવે છે કે 5 ફેબ્રુઆરીએ પોતાની મુલાકાત મુલતવી રાખ્યા બાદ પીએમ મોદી કોઈ બીજા દિવસે પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો

મહાકુંભની દુર્ઘટના બાદ પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ આ ‘અકસ્માત’ને ‘અત્યંત દુઃખદ’ ગણાવ્યો અને તેમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રદ્ધાળુઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. અકસ્માત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી. નરેન્દ્ર મોદીએ ‘X’ પર પોસ્ટ શોક વ્યક્ત કર્યો હતો.

Also work : મહાકુંભમાં ફરી લાગી આગ, સેક્ટર-22ના 15 પંડાલ બળીને ખાખ

ભાગદોડની ઘટના બાદ પરિસ્થતિ સામાન્ય

મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો નથી થયો. હવે ધીમે ધીમે પરિસ્થતિ સામાન્ય થઈ રહી છે. આજે ગુરુવારે કરોડો શ્રદ્ધાળુઓએ સગંમ અને ઘાટ પર ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર બપોર 2 વાગ્યા સુધીમાં 1.52 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને