pm modi leads by illustration  successful  swachh bharat mission

નવી દિલ્હીઃ રવિવારે દેશવાસીઓએ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પરથી કચરો ઉપાડીને સ્વચ્છ ભારતના ધ્યેયને પ્રોત્સાહન આપીને એક શક્તિશાળી ઉદાહરણ સ્થાપિત કર્યું હતું પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમના આ કામની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે અને તેમને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : કર્તવ્ય પથ પર ‘બંધારણ’ની ઝાંખીઃ PM Modiએ વિપક્ષને શું આપ્યો જવાબ?

પીએમ મોદીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પરથી કચરો ઉપાડીને સ્વચ્છ ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી અને સ્વચ્છ ભારતના સંદેશનું મજબૂત ઉદાહરણ સાબિત કર્યું હતું. આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. પીએમ મોદીના આ પગલાંએ જાહેર સ્થળોની સફાઈ અને સામુદાયિક ભાગીદારીનું મહત્વ દર્શાવ્યું છે.

ગણતંત્ર દિવસની ઉજવણી સમયે કર્તવ્ય પથ પર પીએમ મોદી પ્રોટોકોલ મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને આવકારવા માટે તૈયાર હતા. જ્યારે તેમણે ધનખડના વાહનોને નજીક આવતા જોયા ત્યારે તેમણે જમીન પર કચરો પડેલો જોયો. તેમણે તરત જ નીચે ઝૂકીને કચરો ઉપાડી લીધો અને પછી કચરાના ટુકડા કરીને તેમના સુરક્ષા કર્મચારીને આપી દીધા. આપણને આ ભલે એક નાનકડું પગલું લાગે, પરંતુ તેની પાછળનો સંદેશ ઘણો મોટો હતો મોદીના આ પગલાએ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા હતા. પીએમ મોદી આ રીતે સમય સમય પર લોકોને સ્વચ્છ ભારતનો સંદેશો આપતા હોય છે અને લોકોને સ્વચ્છતાના કાર્યોમાં સામેલ થવાનો આગ્રહ પણ કરતા હોય છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશનાં ચાર ભાગલા થશે! યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું, સનાતન ધર્મ અંગે પણ ચીમકી ઉચ્ચારી

પીએમ મોદીનું આ પગલું ઘણું મહત્વનું છે, કારણ કે મોદીએ સ્વચ્છ ભારતનો સ્વપ્ન જોયું છે અને તેને સાકાર કરવા માટે પ્લગિંગ (કચરાનો નિકાલ) અને સમુદાયની આગેવાની હેઠળની પહેલ પર ભાર મૂક્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં મન કી બાત કાર્યક્રમમાં તેમણે કાનપુરમાં ગંગાની સફાઈ કરી રહેલા પ્લગિંગ જૂથની પ્રશંસા પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને