મુંબઈ: અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે, દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ગીત KISSIK લોકપ્રિય થી રહ્યું છે. આ બધાની વચ્ચે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મના પ્રોડ્યુસર અને મ્યુઝિક ડાયરેક્ટર દેવી શ્રી પ્રસાદ (Devi Sri Prasad) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચેન્નાઈમાં ફિલ્મના ગીત લૉન્ચ ઈવેન્ટમાં દેવી શ્રી પ્રસાદે પ્રોડ્યુસર્સની સ્પષ્ટ શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
દેવી શ્રી પ્રસાદની હકાલપટ્ટી!
તાજેતરમાં એવા અહેવાલો મળ્યા હતાં કે ‘Pushpa 2: The Rule’ ની પ્રોડક્શન કંપની Mythri Movie Makers અને દેવી શ્રી પ્રસાદ વચ્ચે અણબનાવ છે. આ કારણોસર, પ્રોડ્યુસર્સે ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરનું બાકીનું કામ સંગીતકાર થમન, અજનેશ લોકનાથ અને સેમ સીએસને સોંપ્યું છે.
જ્યારે થમને આ વાતની પુષ્ટિ કરી ત્યારે ચાહકો સમજી ગયા કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો. અજીત કુમારની ‘ગુડ બેડ અગ્લી’માં પણ દેવી શ્રી પ્રસાદને પણ રિપ્લેસ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ પણ Mythri Movie Makers દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: અલ્લુ અર્જુનની ‘Pushpa 2’નું ધમાકેદાર ટ્રેલર લૉન્ચ, સોશિયલ મીડિયા પર વાઈરલ…
દેવી શ્રી પ્રસાદ નારાજગી વ્યક્ત કરી:
હવે ‘પુષ્પા 2: ધ રૂલ’ના ચેન્નાઈ ઈવેન્ટમાં દેવી શ્રી પ્રસાદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ કરવામાં વિલંબને કારણે નિર્માતાઓએ અન્ય સંગીતકારોનો સંપર્ક કરવો પડ્યો.
રવિ (શંકર) સાહેબ, તમે મને એવું કહીને દોષી ઠેરવી રહ્યા છો કે મેં સમયસર ગીત કે બેકગ્રાઉન્ડ સ્કોર નથી આપ્યા. હું જાણું છું કે તમે મને પ્રેમ કરો છો, જ્યાં પ્રેમ છે ત્યાં ફરિયાદો પણ છે. પણ, મને લાગે છે કે તમને મારા પ્રત્યેના પ્રેમ કરતાં વધુ ફરિયાદો છે.
તેમણે આગળ કહ્યું કે, ‘હવે હું 20-25 મિનિટ પહેલા જ આ ઈવેન્ટમાં આવ્યો હતો. પરંતુ મને પ્રવેશવા માટે રાહ જોવાનું કહેવામાં આવ્યું. ‘કિસિક’ ગીત વાગતું સાંભળીને હું દોડી આવ્યો. હું પહોંચ્યો કે તરત જ તેમણે કહ્યું- ‘તમે ખોટા સમયે આવ્યા છો, મોડા પડ્યા છો.’ તમે મને કહો કે હું શું કરી શકું? ”
આપણ વાંચો: નેશનલ એવોર્ડ જીત્યા પછી ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુને કેમ દુખી હતો, દિલની વાત જાણો?
આ કારણે થયો વિલંબ!
દેવી શ્રી પ્રસાદ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તાજેતરના અહેવાલો અનુસાર, નિર્દેશક સુકુમારે ‘પુષ્પા 2’ના ઘણા દ્રશ્યો રીશૂટ કર્યા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જ્યારે હજુ ઘણું કામ બાકી છે.
આવી સ્થિતિમાં, શૂટમાં વિલંબને કારણે, દેવી શ્રી પ્રસાદને બેકગ્રાઉન્ડ સ્કોર કમ્પોઝ કરવામાં પણ વિલંબ થયો હતો. નિર્માતાઓએ તેના પર ઉતાવળ કરવાનું દબાણ કર્યું હતું, ત્યારબાદ તેમણે કહ્યું કે ઉતાવળમાં હું મારા કામની ગુણવત્તા બગાડીશ નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને