નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ વખત બિઝનેસ કરતાં લોકોને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન આપવામાં આવશે. જે અંતર્ગત 5 લાખ મહિલાઓ અને અનુસૂચિત જાતિ-જનજાતિને આવરી લેવામાં આવશે.
આ ઉપરાંત સુક્ષ્મ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. જેની મર્યાદા પાંચ લાખ રૂપિયા હશે. પ્રથમ વર્ષે આવા 10 લાખ કાર્ડ આપવામાં આવશે. એમએસએમઈની સંખ્યા એક કરોડ છે અને તેમાં 5.7 કરોડ લોકો જોડાયેલા છે. જે ભારતને વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મદદ કરશે. MSME માટે ક્રેડિટ ગેરંટી કવર વધારવામાં આવશે. MSME વર્ગીકરણ માટે રોકાણની મર્યાદા 2.5 ગણી વધારવામાં આવશે. ઉપરાંત ટર્નઓવર મર્યાદા બે ગણી કરાશે.
બજેટ પહેલાં શું કહ્યું પીએમ મોદીએ
બજેટ રજૂઆત પહેલા સૂત્રોએ જણાવ્યું કે, પીએમ મોદીએ કેબિનેટમાં આ બજેટ આમ આદમી માટે હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે આકાંક્ષાનું બજેટ ગણાવ્યું હતું. આ GYAN ( ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો…આજે કેવા રંગની સાડી પહેરી છે નાણા પ્રધાને?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને