મુંબઈ: ફિલ્મ જગતની સેલીબ્રીટીઝે કરેલી વાત લાખો લોકો સુધી પહોંચતી હોય છે, આ કારણે જ ભારતનું ચૂંટણી પંચ મતદાન માટેના પ્રચાર આભિયનમાં સેલિબ્રિટીઝને સામેલ કરતુ હોય છે. મતદાનના દિવસે કઈ સેલિબ્રિટીએ મતદાન કર્યું એના પર નજર રહે છે. ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઘણા બોલિવૂડ આઇકોન્સે મતદાન કર્યું ન (Bollywood celebs abstained from voting) હતું જેમાં બચ્ચન પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન કે ઐશ્વર્યા રાય બચ્ચન મતદાનમથક પર પહોંચ્યા ન હતાં.
તાજેતરના ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન જીવન વિષે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. મે 2024 માં, લોકસભા ચૂંટણી માટે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન દરેકને જુહુના પોલિંગ બૂથ પર જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન, ઐશ્વર્યા રાય મતદાન મથક પર પોતાનો મત આપવા માટે એકલી આવી હતી. પરંતુ આ વખતે બચ્ચન પરિવારનો કોઈ સભ્ય મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર જોવા મળ્યો ન હતો.
Also Read – Bachchan Family સાથેના મતભેદ વચ્ચે Aishwarya-Rai-Bachchanએ કહ્યું કોઈ બીજું મારું ફ્યુચર..
છ મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન કરવા આવેલા બોલિવૂડ સ્ટાર્સમાંના ઘણા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક પર જોવા મળ્યા ન હતા.
આમિર ખાન અને કિરણ રાવે પણ આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું. હાલમાં બંને તેમની ફિલ્મ ‘લપતા લેડીઝ’ના ‘ઓસ્કાર’ પ્રમોશન માટે અમેરિકામાં છે.
Also Read – તસવીરેં બોલતી હૈઃ ઐશ્વર્યા રાયે આરાધ્યાના બર્થ ડે પિક્સ શેર કર્યા ને…
પ્રોડ્યુસર એકતા કપૂર અને અભિનેતા વિક્રાંત મેસી પણ તેમની ફિલ્મ ‘ધ સાબરમતી એક્સપ્રેસ’ ના પ્રમોશનમાં વ્યસ્ત હોવાને કારણે મતદાન માટે મતદાન મથક પર પહોંચ્યા ન હતાં.
કપૂર ખાનદાનના જાહ્નવી કપૂર, બોની કપૂર, ખુશી કપૂર, અનિલ કપૂર પણ આ વખતે મતદાન કરતા જોવા મળ્યા ન હતા.
આ સ્ટાર્સ સિવાય રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વરુણ ધવન જેવા ઘણા સ્ટાર્સે પણ મત આપ્યો ન હતો.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મતદાન મથકની જગ્યાએ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. પાપારાઝીએ બોલિવૂડની શિલ્પાને મતદાન અંગે પૂછ્યું ત્યારે, તે અવગણના કરીને સિક્યોરીટી ચેકિંગ માટે જતી રહી. દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા પણ લોકસભા ચૂંટણીમાં વોટિંગ કરતી જોવા મળી હતી, પરંતુ આ વખતે તે પોલિંગ બૂથને બદલે ગોવામાં આયોજિત IFFI 2024માં જોવા મળી હતી.
સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્ર પણ આ વખતે વોટિંગ કરતા જોવા મળ્યા ન હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને