જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને એ અનુસાર સૂર્યદેવને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા આ ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને નક્ષત્ર પરિવર્તન પણ કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. આવતીકાલે એટલે કે છઠ્ઠી નવેમ્બરના સવારે 8.56 કલાકે વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે, જેને કારણે ત્રણ રાશિના જાતકોનું નસીબ ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું થઈ રહેલું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. આ સમયગાળામાં તમે જે પણ કામ કરશો એમાં સફળતા મળવાના ચાન્સીસ છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા અપાવશે. આવકમાં વૃદ્ધિ થશે. અટકી પડેલાં કાર્ય પૂર્ણ થશે. જાડા નંબરોથી ધંધામાં ફાયદો થશે. કાર્યસ્થળ પર કર્મચારીઓની ચિંતાઓ દૂર થશે. આર્થિક સંકટમાંથી પણ મુક્તિ મળશે,
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયી રહેશે. ધંધામાં લાભ થશે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે. આવકમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સ્રોત પણ ખુલશે.