જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ ધન-વૈભવ અને સુખ-સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે. દરેક ગ્રહની જેમ જ શુક્ર પણ અમુક ચોક્કસ સમયે ગોચર કરે છે. આવો આ શુક્ર ગ્રહ દસ દિવસ બાદ એટલે કે 28મી જાન્યુઆરીના મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. શુક્રનું મીન રાશિમાં ગોચર થયા બાદ 31મી મે સુધી આ જ રાશિમાં ગોચર કરશે. મીન શુક્રની ઉચ્ચ રાશિ છે અને શુક્ર 31મી મે સુધી આ જ રાશિમાં રહેશે. શુક્રનું આ ગોચર અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે. આ સમયે આ રાશિના લોકો રાજા જેવું જીવન જીવશે, તેમની સુખ-સમૃદ્ધિ અને સમાજમાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને પ્રગતિ થશે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મિથુન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર પારિવારિક સુખ-શાંતિ પ્રદાન કરશે. આ રાશિના જાતકો નવા વાહનની ખરીદી કરશે. આ સમયગાળા દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. નોકરી કરી રહેલાં લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળશે. વાતચીત કરવાની તમારી સ્કીલથી આસપાસના લોકો મંત્રમુગ્ધ થશે. કોઈ પણ બાબતે વધારે વિચાર કરવાથી બચવું પડશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ અને લાભદાયી રહેવાનું છે. પાર્ટનર સાથેના તમારા સંબંધો સુધરી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત રહેશે. મિત્રો વચ્ચે લોકપ્રિયતા વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. શુક્ર અને રાહુ વેપારીઓને ફાયદો કરાવશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે.
શુક્રનું ગોચર ધન રાશિના લોકોને પારિવારિક દ્રષ્ટિએ ફાયદો કરાવશે. આ તમે દરમિયાન મનમાં ઉત્સાહ અને ખુશી રહેશે. પારિવારિક સંબંધો મજબૂત થશે. કરિયરમાં સારો સમય શરૂ થશે. વાહનની ખરીદી થઈ શકે છે. ભૌતિક સુખના સાધનો વધશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ વધી શકે છે. ભાવનાત્મક રીતે મજબૂતીનો અનુભવ કરશો.
શુક્રનું ગૌચર કુંભ રાશિના બીજા ભાવમાં થશે જેના કારણે સકારાત્મકતાનો અનુભવ થશે. આ સમય દરમિયાન પરિવાર અને મિત્રો સાથે યાત્રા થઈ શકે છે. ઘર પરિવારમાં શાંતિ રહેશે. ધાર્મિક કાર્ય વધારે થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.
મીન રાશિના જાતકો માટે શુક્રનું મીન રાશિમાં જ થઈ રહેલું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન મીન રાશિના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ તમે દરમ્યાન ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત થશે. વૈવાહિક જીવનમાં શાંતિ અને પ્રેમ વધશે. વેપારી વર્ગને લાભ થશે. તમારા વ્યક્તિત્વમાં સુધારો જોવા મળશે.
આ પણ વાંચો…સવારે આંખ ખુલતા જ કરો આ 6 કામ, જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં થાય, ખુશીઓ પણ જીવનભર રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને