બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મોટો ખુલાસો, પોલીસે જણાવ્યું કોણે છે કેસનો વોન્ટેડ આરોપી…

1 hour ago 1
Big revelation successful  Baba Siddiqui murder, constabulary  said who is the wanted accused successful  the case

Baba Siddique Murder News: એનસીપીના વરિષ્ઠ નેતા (NCP Leader) બાબા સિદ્દીકી (Baba Siddique Murder Case) હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આ મર્ડર કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Mumbai transgression branch) અનમોલ બિશ્નોઈને (Anmol Bishnoi) વોન્ટેડ આરોપી બતાવ્યો છે. મુંબઈ પોલીસની તપાસ દરમિયાન 32 વર્ષીય સુજીત સિંહની (Sujit Singh) ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપી સુજીત સિંહ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યા કેસ: નવ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ

પોલીસ અધિકારી અનુસાર, બંને વાતચીત દરમિયાન અલગ અલગ એપ્સનો ઉપયોગ કરતા હતા. પોલીસેને આ અલગ અલગ એપ્સ પર બનાવવામાં આવેલા બોગસ એકાઉન્ટ્સની પણ જાણકારી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રંચની તપાસ દરમિયાન સામે આવ્યું કે, સુજીત સિંહને બાબા સિદ્દીકીના હત્યાના કાવતરાની સંપૂર્ણ માહિતી હતી. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો.

સુજીત કથિત રીતે ઘટનાના એક મહિના પહેલાં મુંબઈથી ફરાર થઈ ગયો હતો. બાદમાં લુધિયાણામાં છુપાયા હતા. અહીંયા મુંબઈ અને પંજાબ પોલીસના જોઈન્ટ ઓપરેશન કરીને તેની ધરપકડ કરી હતી. કોર્ટે સુજીતને 4 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં

પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા જણાવ્યું હતું કે પંજાબ પોલીસ અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સુજીત સુશીલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે. ગૌરવ યાદવે કહ્યું, મુંબઈ પોલીસે પંજાબ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરીને બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વોન્ટેડ સુજીત સુશીલ સિંહની ધરપકડ કરી છે. તે મુંબઈનો રહેવાસી છે.

પહેલાંથી જ હતી હત્યાના કાવતરાની જાણકારી

તેમણે આગળ જણાવ્યું , સુજીત હત્યામાં સામેલ હતો અને એક અન્ય આરોપી નીતિન ગૌતમ સપ્રેએ ત્રણ દિવસ પહેલા જ બાબા સિદ્દીકીની હત્યાના ષડયંત્ર અંગે તેને જાણકારી આપી હતી. મામલાની તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીની હત્યામાં વપરાયેલી આ પિસ્ટલની કિમત 8 લાખ રૂપિયા : હથેળીમાં સમાય જાય, પણ રેન્જ એવી કે જે વીંધાયો તે ગયો જીવથી

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article