Anant Singh surrendered earlier  the court

પટણા: બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા અનંત સિંહે આજે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. અહીંથી તેમને બેઉર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. મોકામા ગેંગવોર અને ફાયરિંગ કેસના સંદર્ભમાં અનંત સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યાર બાદ આજે અનંત સિંહે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. આ કેસમાં તેના સાગરીત અને ગેંગસ્ટર સોનુએ પણ ​​પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બિહારના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહે સરેન્ડર કરી લીધું છે. મોકામા ગેંગ વોર સાથે જોડાયેલા કેસમાં સરેન્ડર કર્યા બાદ કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસ પૂર્વ ધારાસભ્યને પટનાની બેઉર જેલમાં લઈ ગઈ. આ કેસમાં પોલીસે સોનુ સિંહ સહિત બે લોકોની ધરપકડ કરી છે. સોનુ-મોનુની માતા દ્વારા અનંત સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય અને તેમના સમર્થકો પર સોનુ-મોનુના ઘર પર ગોળીબાર કરવાનો આરોપ છે.

પોલીસે આપ્યું નિવેદન
દરમિયાન, આ મામલે બારહના એપીસી રાકેશ સિંહનું નિવેદન પણ બહાર આવ્યું છે. એએસપી રાકેશ સિંહે જણાવ્યું હતું કે ગઈકાલથી પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પોલીસ આ કેસમાં પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસના દબાણ હેઠળ અનંત સિંહે આત્મસમર્પણ કર્યું. તેને બેઉર જેલમાં મોકલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ચૂંટણી ટાણે બિહારમાં ગેંગવોરઃ ‘બાહુબલી’ અનંત સિંહ અને સોનુમોનુ આમનેસામને, રાજકારણ ગરમાયું

હવે અમે જેલમાં જઈ રહ્યા છીએ
આ મામલે અનંત સિંહે પણ નિવેદન આપ્યું છે. જ્યારે પોલીસ અનંત સિંહને પોલીસ વેનમાં લઈને જઈ રહી તે દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે દરેક વ્યક્તિએ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. જ્યારે અમારી સામે FIR દાખલ કરવામાં આવી, ત્યારે અમે આત્મસમર્પણ કર્યું છે. હવે અમે જેલમાં જઈ રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને