Two arrested representation by the amerind explicit

મોરબીઃ મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક, ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે, પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યેનકેન પ્રકારે દબાવા ધમકાવીને અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેકટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાઈસન્સ માગશે.

આ પણ વાંચો : Surat નજીક મુસાફર ભરેલી બસનો અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ સુશિક્ષિત થઈને ખૂબ જ આગળ વધી રહ્યો છે. પણ અમુક લેભાગુ તત્વો પાટીદારો ઉપર અત્યાચાર આચરીને પાટીદારોની પ્રગતિ અવરોધે છે, જેમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દીકરા દીકરીઓ ઉપર થતા અન્યાય, અત્યાચાર જેવા કે વ્યાજના વિજચક્રમાં ફસાવી જીવવું હરામ કરી દેવું, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવા, હત્યાઓ કરવી, આપઘાત માટે ફરજ પાડવી સહિતના બનાવો વધી રહ્યા છે.

આ પણ વાંચો : ઘર કા ભેદી લંકા ઢાયેઃ જેની પાસે પૈસા સાચવવાની જવાબદારી હતી તેણે જ તિજોરી પર હાથ માર્યો…

પાટીદારો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે કાયદાકીય રીતે લડત ચલાવવાના એકમાત્ર હેતુથી પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી છે. આથી પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય આ હથિયાર માટે લાઈસન્સ માંગવા માટેનું આવેદન આવતીકાલે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આપશે તેમ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને