પાલઘર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય નિરંજન ડાવખરેએ એવી માગણી કરી છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પ્રસ્તાવિત વાઢવણ બંદરનું નામ સ્વતંત્રતાસેનાની અને હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરના નામ પર રાખવામાં આવે. આ બંદરનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે.
વિધાન પરિષદના સભ્યે એવો દાવો કર્યો હતો કે, તેમના પ્રસ્તાવને જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ‘સકારાત્મક પ્રતિભાવ’ મળ્યો છે. આ બેઠકની અધ્યક્ષતા મહારાષ્ટ્રના વન્યખાતાના પ્રધાન અને પાલઘરના પાલક પ્રધાન ગણેશ નાઈક દ્વારા કરવામાં આવી હતી.
ડાવખરેએ કેટલાક સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા, જેમાં દાઝી ગયેલા લોકોની વિશેષ સારવાર માટે બનાવવામાં આવેલી મનોર બર્ન સેન્ટર તબીબી અધિકારીઓના અભાવે બંધ હોવાના મુદ્દાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : પાલઘરમાં ઇયરફોન પહેરીને રેલવે ટ્રેક ક્રોસ કરતા 16 વર્ષની સગીરાનું મોત
તેમણે દહાણુના મલયનમાં જિલ્લા પરિષદ દ્વારા સંંચાલિત મરાઠી શાળામાં શૌચાલયોના સમારકામની જરૂરિયાત વિશેનો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો હતો.
કાસા અને જવ્હાર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનો કર્મચારીઓના અભાવે બંધ પડી હોવાથી લોકોને ખાનગી સંસ્થાઓમાં મોંઘાભાવે સોનોગ્રાફી કરાવવી પડતી હોવાનો મુદ્દો પણ તેમણે માંડ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને